સુપ્રીમ કોર્ટે કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારને 50 હજાર રૂપિયા આપવાના આદેશ આપ્યા હતા. જે મામલે આસામ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઇ હતી, જેમાં કેટલીક સ્પષ્ટતા માગી હતી. જેથી સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આદેશ બહુ જ સ્પષ્ટ છે અને તેનું પાલન કરવાનું રહેશે.
આસામ સરકારે એવી સ્પષ્ટતા માગી હતી કે એકથી વધુ બાળકો હોય તેવી સ્થિતિમાં મૃતક માતા પિતાના દરેક બાળકને 50,000 રૂપિયા આપવાના રહેશે? આ અંગે જવાબ આપતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે અમારો આદેશ બહુ જ સ્પષ્ટ છે. દરેક મૃત્યુ બદલ પરિવારને 50,000 રૂપિયા આપવાના રહેશે. તેથી એવી પણ સ્પષ્ટતા કરાઇ છે કે જો એકથી વધુ બાળકો હોય કે એક જ બાળક હોય 50,000 રૂપિયાની સહાય આપવાની રહેશે.

સુપ્રીમે સ્પષ્ટતા કરી હતી કે જો માતા અને પિતા બન્નેનું કોરોનામાં મોત નિપજ્યું હોય તો તેવી સિૃથતિમાં દરેક મૃત્યુ માટે 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની રહેશે. કોરોના મહામારીમાં પોતાના માતા પિતા ગુમાવી ચુકેલા અત્યાર સુધી 10 હજારથી વધુ બાળકોને મદદ પહોંચાડવાના સુપ્રીમ કોર્ટના પ્રયત્નોમાં સુપ્રીમ કોર્ટે 19મી જાન્યુઆરીએ દરેક રાજ્યોને આવા બાળકો સુધી સહાય પહોંચાડવાના આદેશ આપ્યા હતા.
Read Also
- ચેતી જજો! મિશ્ર વાતાવરણને કારણે દર્દીઓથી હોસ્પિટલ ઊભરાઈ, અમદાવાદીઓ આવ્યા રોગોની ઝપેટમાં
- Viral Video/ તું કેમ આપે છે જવાબ?.. મોબાઈલ પર IVR સાંભળતા જ ભડકી દાદી
- એશિયા કપ 2023ની યજમાની માટે હજુ પણ વલખા મારતું પાકિસ્તાન : જાણો ICCની બેઠકમાં શું થયું?
- પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ
- હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ