GSTV
Trending Valsad ગુજરાત

અભી નહીં તો કભી નહી : કોંગ્રેસે એક સમયના પોતાના ગઢને ફરી જીતવા કમરકસી, આ નેતાને મેદાને ઉતાર્યા

અભી નહીં તો કભી નહી. આ અભિગમને અપનાવી રહેલ કોંગ્રેસે એક સમયના પોતાના ગઢ ગણાતા એવા ઉમરગામ તાલુકાની સીટ મેળવવા પ્રયાસ શરૂ કર્યો છે. કોંગ્રેસના સેક્રેટરીએ હાલ વલસાડ જિલ્લામાં ધામા નાખતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપ પાસેથી પોતાનો ગઢ પાછો મેળવવા કોંગ્રેસે મરણિયા પ્રયાસો શરૂ કર્યા છે. કોંગ્રેસે તેમના સેક્રેટરી બીએમ સંદીપને મેદાને ઉતારી કોંગ્રેસમાં પ્રાણ ફૂકવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આંદોલનો કરવા કરતા લોકોના ઘરે ઘરે જઈ ઉમરગામ તાલુકાના આદિવાસી મતદારોને ફરી પોતાના તરફ ખેંચવા કોંગ્રેસે આકાશપાતળ એક કરવા પડશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસથી નારાજગી અને હાર્દિક પટેલના ભાજપ પ્રત્યેના સોફ્ટ કોર્નર બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યુ હતુ કે, હાર્દિકથી કોઈ નારાજગી નથી પરિવાર છે નાની મોટી નારાજગી રહે પરંતુ તે પછી સમાધાન થાય છે. લલિત વસોયા અને હાર્દિક ભાજપના વખાણ કર્યા તેનો પણ તેમણે જવાબ આપ્યો.

પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ નરેશ પટેલની કોંગ્રેસ હાઈ કમાન્ડ સાથે મુલાકાત અંગે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે પાર્ટીના નેતા દિલ્હી દિલ્હી જાય તો વાંધો નથી.નરેશ પટેલ દિલ્હી ગયા છે..સોનિયા ગાંધી ને મળે તે સારી વાત છે અને તેઓ કોંગ્રેસ પક્ષમાં આવસે તો સ્વાગત છે.

MUST READ:

Related posts

લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે

Hardik Hingu

ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના

GSTV Web Desk

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu
GSTV