GSTV
Home » News » મોદી ફરી જીત્યા તો લોકતંત્રને ખતરો, ચીન અને રશિયા જેવા સ્થિતિ સર્જાશે: અશોક ગહેલોત

મોદી ફરી જીત્યા તો લોકતંત્રને ખતરો, ચીન અને રશિયા જેવા સ્થિતિ સર્જાશે: અશોક ગહેલોત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે મંગળવારે નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં લોકતંત્ર અને બંધારણને ખતરો હોવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે જો જનતાએ ફરીવાર મોદી સરકારને સત્તા સોંપી તો બની શકે કે આપણે ત્યાં ભારતમાં ફરી ચૂંટણી ન યોજાઇ. તેમજ ચીન અને રશિયા જેવી સ્થિતિ સર્જાઇ.

તેમણે તે પણ આરોપ લગાવ્યો કે ચૂંટણી જીતવા માટે વડાપ્રધાન મોદી કોઇ પણ હદ સુધી જઇ શકે છે અને વિરોધીઓને નિશાન બનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતાં ગેહલોતે દાવો કર્યો કે મોદી માર્કેટિંગના માસ્ટર છે અને જો તેઓ બોલિવૂડમાં હોત તો પોતાના લટકા-ઝટકા અને અદાઓથી દેશ તથા દનિયામાં અલગ છાપ છોડી હોત.

ગેહલોતે ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યું આ તમામ વાત જણાવી. ગેહલોતે આશા વ્યક્ત કરતાં કહ્યું કે સચ્ચાઇ તેમના પક્ષમાં છે અને અમને વિશ્વાસ છે કે સચ્ચાઇની જ જીત થશે.

Read Also 

Related posts

જામનગર ખાતે ડુપ્લિકેટ IB ઓફિસર ઝડપાયા, અને ડુપ્લિકેટ ઓળખપત્ર મળ્યા

Path Shah

રાજ્યમાં મહીસાગરનાં કડાણા જળાશયમાં ફ્કત 52% પાણીનો જથ્થો

Path Shah

વારાણસીમાં PM મોદીનો રોડ-શો, ઉમેદવારી પહેલા દરેકનાં દિલ જીતવાની આ છે સ્ટ્રેટેજી

Riyaz Parmar