GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

જો ગુજરાતમાં મોદી મેજીક ન ચાલ્યો તો ભલભલાની માયા સંકેલાઈ જશે

modi magic

અમરેલીની બેઠક પર ભાજપના સાંસદ નારણ કાછડિયા વિરૂદ્ધ કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી વચ્ચે મુકાબલો થવાનો છે. આ લોકસભા બેઠક પર મોદી મેજીક ના ચાલ્યો તો ભાજપના ઉમેદવાર ઘરભેગા થાય તેમ છે.અમરેલી બેઠક એ કોંગ્રેસનો ગઢ છે. સાત વખત કોંગ્રેસ અને પાંચ વખત ભાજપના ઉમેદવાર વિજયી થયા છે. લોકસભા વિસ્તારમાં આવતી વિધાનસભાની સાત પૈકી પાંચ બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યો છે.

electoral bonds bjp

1989માં આ બેઠક જનતાદળને મળી હતી. પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલના સાથી મનુભાઇ કોટડીયા ચૂંટાઇ આવ્યા હતા. આ વખતે અમરેલી બેઠક પર ભાજપે છેલ્લી બે ટર્મથી ચૂંટાઇ આવતા નારણ કાછડિયાને ત્રીજી ટર્મ માટે રીપીટ કરવામાં આવ્યા છે. સત્તા વિરોધી મતદાનની દહેશતના કારણે ભાજપ પરેશાન છે. બીજી તરફ કોંગ્રેસે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ગ્રાસરૂટના કાર્યકર છે.

અમરેલીમાં લોકચાહના પણ ધરાવે છે. આ બેઠક પર 13 લાખ મતદારો છે જેમાં પાટીદારોનું પ્રભૂત્વ છે. અમરેલીના લોકો સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત અહીં ખેતી સૌથી મોટો વ્યવસાય છે. ખેતી સાથે સંકળાયેલો તેલની મીલોનો ઉદ્યોગ પણ આ વિસ્તારમાં ધમધમે છે. પાટીદાર અનામત આંદોલન સમયે અમરેલી સૌથી વધુ સક્રિય રહ્યું હતું જેના કારણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને વધુ નુકશાન થયું હતું.

2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો જીતાડવામાં પરેશ ધાનાણીનો મહત્વનો ફાળો રહ્યો છે. આ વિસ્તારમાં પાક વીમો, સિંચાઇ માટે પાણી અને વીજળીની સમસ્યાઓ છે. ખેડૂતોમાં ભાજપ પ્રત્યે નારાજગી છે. પાટીદારો પણ ભાજપ પ્રત્યે નારાજ છે. ભારતીય જનતા પાર્ટીએ ભલે છેલ્લી બે ટર્મથી અમરેલી લોકસબા બેઠક પર વિજય મેળવ્યો હોય, આ વખતે ભાજપ માટે પરેશ ધાનાણી મુશ્કેલી સર્જી શકે છે.

ગ્રામીણ મતદારો ભાજપથી નારાજ છે, જેની સીધી અસર અમરેલી બેઠક પર થઈ શકે છે. આ બેઠક પર મોદીનો કરિશ્મા ન ચાલ્યો તો ભાજપના ઉમેદવારની જીત કઠીન છે. અમરેલી બેઠક મેળવવા માટે ભાજપે તેના સ્ટાર પ્રચારકોની વધુમાં વધુ જનસભાઓ ગોઠવી છે. અમરેલીમાં જનસભા સંબોધવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આવી રહ્યાં છે. બન્ને પાર્ટી માટે અમરેલીની લોકસભા બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની છે.

READ ALSO

Related posts

સુશાંત મામલે આઘાડી નેતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન, છેડી દીધો વિવાદનો મધપૂડો, કહ્યું: “મર્યા બાદ થયો પ્રખ્યાત”

pratik shah

માસ્કના દંડમાં વધારો કરાતા આમ આદમી પાર્ટીએ કર્યો વિરોધ, સરકાર પર કર્યા આકરા પ્રહાર

pratik shah

પ્રધાન કુંવરજી બાવળિયાને જાગૃત નાગરિકે લખ્યો પત્ર, વીજ ચોરીનો કર્યો ઉલ્લેખ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!