GSTV

જ્યોતિષ / વિવાહમાં આવે છે અણધાર્યા વિલંબ..? આજે જ અજમાવો વાસ્તુશાસ્ત્રના આ વિશેષ ઉપાય

Last Updated on November 28, 2021 by GSTV Web Desk

લગ્ન હિંદુ ધર્મના મુખ્ય 16 સંસ્કારોમાંથી એક છે.તે ખુબ જ મહત્વનો સંસ્કાર માનવામાં આવે છે. આ વિધિ પહેલા ઘણા બધા રીતિ-રિવાજોનું પાલન કરવામાં આવે છે. ઘણા લોકોના લગ્નમાં અણધાર્યા વિલંબ આવતા હોય છે. બધું જ નક્કી થઇ ગયુ હોય પછી છેલ્લે નિષ્ફળતા મળે છે. લગ્નમાં વિલંબ અથવા અવરોધો પાછળ ઘણા કારણો હોય છે, જેને દૂર કરવા માટે વાસ્તુમાં વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે. ચાલો આજે આ ઉપાયો વિશે માહિતી મેળવીએ.

વાસ્તુ

વાસ્તુ ઉપાય :

  • જો કોઈ તમારા ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને આવે છે તો તેને એવી જગ્યાએ બેસાડો જ્યાંથી ઘરનો મુખ્ય દરવાજો દેખાતો ન હોય.
  • તમે જે પલંગ પર સૂતા હોવ તેની નીચે નકામી વસ્તુઓ અથવા લોખંડની કોઈ વસ્તુ ન રાખો.વાસ્તુ અનુસાર તે લગ્નજીવનમાં અવરોધ સાબિત થાય છે.
  • ક્યારેક મંગલદોષના કારણે પણ લગ્નજીવનમાં મુશ્કેલી આવે છે. આ ખામીને દૂર કરવા માટે રૂમના મુખ્ય દરવાજાને ગુલાબી અથવા હળવા લાલ રંગથી રંગો તો રાહત મળશે .
  • તમારા રૂમમાં કોઈ ખાલી પાત્ર ના રાખો. જો હોય તો તેને તરત જ દૂર કરો. આ સિવાય રૂમમાંથી વધુ પડતી ભારે વસ્તુઓ કાઢી નાખો.
  • જો ઘરમાં મુખ્યદ્વારને લગતો કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ હોય તો આવી સ્થિતિમાં લગ્નવિધિ માટે કોઈ અન્ય સ્થાનની પસંદગી કરવી જોઈએ.
  • સોમવારે દોઢ કિલો ચણાની દાળ અને દોઢ લીટર ગાયનું દૂધ દાન કરો.તેનાથી લગ્નમાં વિલંબની સમસ્યાથી છુટકારો મળે છે.
  • જો શનિદોષના કારણે લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો શનિવારે સરસવના તેલમાં તમારી છાયા જોઈને તેનું દાન કરો.આવું સતત સાત શનિવાર સુધી કરવું જોઈએ.

Read Also

Related posts

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!