જો ધોની 27 રન પહેલા આઉટ થઈ ગયો હોત તો 7 વર્ષનું સૌથી મોટુ અનર્થ થઈ જાત

ટેસ્ટ સિરિઝ હાર્યા પછી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વનડે મેચમાં ભારતની હાલત થોડી બગાડી નાખી. રોહિત શર્માની પ્રભાવશાળી ઇનિંગ હોવા છતાં ભારત આ મેચ 34 રનથી હારી ગયું. આ શ્રેણીમાં રીષભ પંતને ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. દિનેશ કાર્તિક ટીમમાં બેકઅપ કીપર તરીકે રમતા હતા. આજના મેચમાં એક રેકોર્ડ ધોનીની રાહ જોઈ રહ્યો હતો.

તે રેકોર્ડ તેમના એવરેજ સાથે જોડાયેલ છે. ભૂતકાળમાં ધોનીએ કોઈ ધમાકો કર્યો હોત કે નહીં પણ તેણે પોતાની કારકીર્દિમાં એટલા બધા રન કર્યા છે કે કોઈ પણ ખેલાડી ત્યાં ન પહોંચી શકે. સપ્ટેમ્બર 2011થી તેમનો સરેરાશ 50ની નીચે ક્યારેય ઘટ્યો નથી. પરંતુ આજે તેમનો રેકોર્ડ જોખમમાં હતો. જો ધોની ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 27 કરતા ઓછા રનથી આઉટ થયો હોત તો તેની સરેરાશ 50થી નીચે જતી રહી હોત. અને આવું સાત વર્ષ પછી થયું હોત.

તાજેતરમાં ધોનીએ વન-ડે ક્રિકેટમાં 10,000 રન કર્યા છે. એવરેજની વાત હોય ત્યારે ધોની હંમેશાં ટોચનો ખેલાડી રહ્યો છે. પરંતુ વિરાટના આગમન બાદ તેમનો બોજ થોડો ઓછો થઈ ગયો છે. 200 વન-ડે રમી ચૂકનાર બેટ્સમેનમાં ધોની એવરેજના રેકોર્ડમાં ચોથા સ્થાને છે. માસ્ટર વિરાટ ‘રનમિશન’ કોહલી આ યાદીમાં પ્રથમ ક્રમાંકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter