GSTV

પારાવાર મુસીબતોથી ઘેરાયેલુ હોય જીવન તો અમાસના દિવસે કરો આ અચૂક ઉપાય, બદલાઇ જશે તમારા ખરાબ દિવસો

અમાસ

Last Updated on September 28, 2021 by Bansari

અમાવસ્યા-પૂર્ણિમા ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ સાથે, જુદા જુદા મહિનાઓમાં આવતી અમાવસ્યા-પૂર્ણિમાનું પણ પોતાનું મહત્વ છે. તેમાંથી એક છે પિતુ મોક્ષ અમાવસ્યા. આ દિવસે પિતૃ પક્ષ સમાપ્ત થાય છે અને એવા મૃતકો જેના નિધનની તિથિ ખબર ન હોય, તેમનું શ્રાદ્ધ આ જ દિવસે કરવામાં આવે છે. 6 ઓક્ટોબરના રોજ પિત્રુ મોક્ષ અમાવસ્યા છે. જો તમારું જીવન અનેક પ્રકારની પરેશાનીઓ અને અસ્થિરતામાં ઘેરાયેલું છે, તો કેટલાક ઉપાયો કરવાથી મોટી રાહત મળી શકે છે. આ ઉપાય અન્ય કોઇ અમાસ પર પણ કરી શકાય છે.

અમાસ

અમાવસ્યાના દિવસે કરો આ ઉપાય

અમાસના દિવસે ચંદ્ર દેખાતો નથી. આ દિવસે દાન અને ઉપાયો કરવાથી પિતૃ દોષ, છાયા દોષ અને માનસિક સમસ્યાઓ દૂર થાય છે. તેમજ આ દિવસે પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ કરો.

  • અમાવસ્યા પર કીડી, પક્ષી, ગાય, કૂતરા, કાગડાને ભોજન અને પાણી આપો.
  • અમાસના દિવસે ચંદન અથવા કેસરનું તિલક લગાવો. પીળા કપડાં પહેરો, પીળી વસ્તુઓ નું દાન કરો.
  • ઘરની સફાઈ કર્યા પછી, ચારેય ખૂણામાં ગંગાજળનો છંટકાવ કરો. આ નકારાત્મકતાને દૂર કરે છે.
  • અમાવસ્યા પર ખીર બનાવો અને બ્રાહ્મણને ખવડાવો. આ જીવનમાંથી અસ્થિરતાને દૂર કરે છે.
  • સફેદ ફૂલોને પાણીમાં પ્રવાહિત કરો.
  • અમાસના દિવસે ઘરના ઇશાન ખૂણામાં દીવો પ્રગટાવો. આ માટે લાલ રંગના દોરાથી દિવેટ બનાવો અને ગાયના ઘીમાં કેસર ભેળવીને દીવો કરો. તેનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!