GSTV

રામમંદિર બનતાં તો હજુ 3 વર્ષ લાગશે તો રામલલા રહેશે ક્યાં?, આ છે તમારા સવાલનો જવાબ

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન બાદ શનિવારથી રામ મંદિરનું બાંધકામ શરુ થઈ જશે. મંદિર બનતાં લગભગ 3 વર્ષ લાગવાના છે. આ દરમિયાન રામલલા ક્યાં બિરાજમાન રહેશે તે જાણવાની ભાવિકોને ઉત્સુકતા હોય તે સ્વાભાવિક છે. રામલલાની મૂર્તિને છેલ્લા 28 વર્ષથી એક ટેન્ટ અને ફાઈબરના બનેલા નાનકડા મંદિરમાં રાખવામાં આવી હતી. જો કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મંદિર નિર્માણની જાહેરાત થયા બાદ રામલલાને આ વર્ષે માર્ચ મહિનામાં ફાઈબરના બનેલા એક કામચલાઉ મંદિરમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. હવે રામલલા ત્રણ વર્ષ આ જ મંદિરમાં બિરાજશે. આ એક એસી મંદિર છે. આગામી 3 વર્ષ સુધી ભાવિકો અહીંયા રામલલાના દર્શન કરી શકશે.

કામ ચલાઉ મંદિર હશે નાનું

દેખાવમાં કામચલાઉ મંદિર નાનું છે પણ તેમાં તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મંદિરના પૂજારી પણ પૂજા કરવામાં મળી રહેલી સગવડોથી ખુશ છે.યોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર બની રહેલા મંદિરના પાયામાં સમગ્ર ભારતના તીર્થ સ્થળોની પવિત્ર માટી અને નદીઓના જળને રાખવામાં આવ્યા છે. પાંચમી ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. તેના માટે પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરના શારદા પીઠની માટી પણ લાવવામાં આવી હતી.

શારદા પીઠની માટી લાવવી સરળ નહોતી

ભારત અને પાકિસ્તાનની દુશ્મનીને ધ્યાનમાં રાખતા શારદા પીઠની માટી લાવવી સરળ નહોતી. કોઈ ભારતીયને પીઓકેમાં પ્રવેશની મંજૂરી નથી પરંતુ રામમંદિર માટે શારદા પીઠની માટી લાવવાનું આ મિશન એક ભારતવંશીય દંપતીએ પૂર્ણ કર્યું હતું અને તે પણ ચીનના પાસપોર્ટ પર. આ દંપતી હોંગકોંગના રસ્તે થઈને આ માટી લઈને આવ્યું હતું. આ દંપતી મૂળરૂપથી કર્ણાટકનું રહેવાસી છે તથા બજરંગબલી હનુમાનજીનું જન્મ સ્થળ પણ કર્ણાટક જ છે. બજરંગબલી, રામ-રાવણ યુદ્ધ સમયે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા ત્યારે સંજીવની લાવ્યા હતા. તે જ કર્ણાટકના વેંકટેશ રમન અને તેમના પત્ની પીઓકે ખાતેથી રામ મંદિર માટે શારદા પીઠની માટી લઈ આવ્યા છે. તેઓ બંને ચીનમાં રહે છે.

માટી લઈ જવા માટે તેમનો સંપર્ક કર્યો હતો

માટી લઈ જવા માટે સેવા શારદા પીઠે તેમનો સંપર્ક કર્યો હતો. પીઓકેમાં ભારતીયોને પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી વેંકટેશ રમન અને તેમના પત્નીને ચીનના પાસપોર્ટ પર ત્યાં મોકલવામાં આવ્યા હતા. આ દંપતી હોંગકોંગ ખાતેથી પીઓકેની રાજધાની મુજફ્ફરાબાદ પહોંચ્યું હતું અને ત્યાંથી શારદા પીઠ ગયું હતું. ત્યાર બાદ ત્યાંનો પ્રસાદ અને માટી લઈને તેઓ હોંગકોંગ થઈને દિલ્હી આવ્યા હતા.

Related posts

સુરતમાં હત્યાનો સીલ સિલો યથાવત, ભટાર વિસ્તારમાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા

Nilesh Jethva

કેરળનો એક યુવાન 6 મહિનામાં ત્રણ વખત થયો કોરોના પોઝિટિવ, સ્વાસ્થ્ય વિભાગ માટે બન્યો કોયડો

Mansi Patel

એસબીઆઈનાં કર્મચારીઓના રીપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા બેંક બંધ કરાવવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!