GSTV
Home » News » સાત દિવસમાં ન્યાય નહીં મળે તો સચિવાલયમાં આપઘાત કરીશ

સાત દિવસમાં ન્યાય નહીં મળે તો સચિવાલયમાં આપઘાત કરીશ

4 મહિનાનો સમય વીતિ ચૂક્યો છે. આમ છતા આરોપીની ધરપકડ નહીં થતા મૃતક પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડના પરિવારજનોએ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. દેવેન્દ્રસિંહ રાઠોડના પરિવાર કહ્યુ છે કે, જો 7 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો તેઓ સચિવાલયમાં જઇને આત્મહત્યા કરશે.

4 મહિના થઇ ગયા પરંતુ પોલીસની ભેદી તપાસ હજુ સુધી જાણે પૂરી નથી થઇ. કરાઇ પોલીસ એકડેમીમાં તાલિમ લઇ રહેલા પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડે આત્મહત્યા કરી હતી. ત્યારે આ મામલે ઝાંબાઝ કહેવાતી ક્રાઈમ બ્રાંચ આરોપીને પકડવામાં પાંગળી સાબિત થઇ રહી છે. અથવા તો આરોપીને પકડવામાં પોલીસને રસ નથી..જેથી હવે પરિવારજનોએ સરકારને ૭ દિવસનો સમય આપ્યો છે. જો ૭ દિવસમાં આરોપી નહિ પકડાય તો સચિવાલયમાં મૃતકની પત્ની ડીમ્પલ બા રાઠોડ આત્મહત્યા કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

પરિવારજનોનો આક્ષેપ છે કે ફરિયાદમાં ડીવાયએસપી પટેલના નામનો ઉલ્લેખ છે જેના માટે જ તેની સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. અત્યાર સુધી પરિવાર દ્વારા શહેર પોલીસ કમિશ્નર ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે તેમ છતાં આ મામલે સરકાર ગંભીરતા દાખવતી નથી. જેથી પરિવાર દ્વારા આત્મહત્યાની ચીમકી ઉચ્ચારાઇ છે તો આ મામલે ક્ષત્રિયાણી સંગમ ગ્રુપ પણ હવે પરિવારના સમર્થનમાં આવ્યું છે.

એક તરફ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે. પરંતુ આરોપી પોલીસ પકડમાં આવ્યા નથી.પરિવાર દ્વારા અનેક વખત રજૂઆત બાદ પણ પોલીસના પેટનું પાણી હલતું નથી. મહત્વનું છે કે આતંકીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદમાં ઉલ્લેખ કરાયેલા ડીવાયએસપી પટેલ હાથમાં આવતા નથી. ત્યારે તપાસ અને કાર્યવાહીમાં આ ઢીલાશનું શું કહી શકાય. શું પોલીસ આરોપી ડીવાયએસપીને પકડવા માંગતી નથી કે તેમને આ કેસમાં જરા પણ રસ નથી.

READ ALSO

Related posts

Made In Chinaનું ટ્રેલર રિલીઝ, રાજકુમાર રાવનો જોવા મળ્યો દમદાર રોલ

Dharika Jansari

દંગલના ડાયરેક્ટર રામાયણ પર ફિલ્મ બનાવી રહ્યાં છે જેમાં પ્રભાસ હશે….

pratik shah

પોલીસનું આ તે કેવું રૂપ? ત્રણ મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પ્રાઇવેટ પાર્ટ સાથે કર્યા ચેડા, એટલો માર માર્યો કે થઇ ગયો ગર્ભપાત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!