GSTV
Home » News » આંખ બંધ કરું તો ભૂત દેખાય છે, માતાએ પાંચ બાળકોને કૂવામાં ધકેલી દીધા

આંખ બંધ કરું તો ભૂત દેખાય છે, માતાએ પાંચ બાળકોને કૂવામાં ધકેલી દીધા

gatv

ભાવનગરના પાંચ પીપળા ગામે અંધશ્રદ્ધાનો ભોગ બનેલી એક માતાએ પોતાના પાંચ સંતાન સાથે કુવામાં ઝંપલાવ્યુ. જેમાં ચાર બાળકોના કરુણ મોત નિપજ્યા. જ્યારે માતા અને આઠ વર્ષની બાળકીનો બચાવ થયો. કુવામાંથી કાઢવામાં આવેલી માતાએ કહ્યુ કે તેને  આંખ બંધ કરતા ભૂતપ્રેત દેખાતા હોવાથી ઊંઘ પણ હરામ થઇ ગઇ હતી. પોતાના મોત બાદ બાળકોનું શું થશે તેવા વિચારમાં તેણે બધાને મોતને ઘાટ ઉતારીને પોતે પણ આપઘાત કરી લેવાનું નક્કી કર્યું હતું.

ભાવનગર જીલ્લાના તળાજાના ઝાંઝમેર ગામના રહેવાસી ગીતાબેન નામની મહિલા પોતાનાં પાંચ બાળકો સાથે ગઈકાલ સાંજે પતિને માતાજીના દર્શન કરવા જવાનું કહીને નીકળી હતી. મોડી રાત્રે મહિલાએ રાજપરા પાસેના પાંચ પીપળા ગામની સીમમાં તુલસીભાઈ નારણભાઇ ઈટાળીયાની વાડીમાં આવેલા કૂવામાં એક પછી એક પોતાનાં બાળકોને ફેંકી દીધા હતા અને અંતમાં પોતે પણ કૂવામાં ઝંપલાવી દીધું હતું. આ અંગેની આસપાસના લોકોને થતા દોડી આવ્યા હતા.

મૂળ ઝાંઝરેર ગામની ગીતા બહેન ભાલીયાનેસંતાનોમાં આઠ વર્ષની સૌથી મોટી પુત્રી ધર્મિષ્ઠા, તેના બાદ પુત્રી અક્ષિતા, મોટો પુત્ર કુલદીપ, કાર્તિક અને સૌથી નાનો રુદ્ર હતા.આ બનાવમાં ધર્મિષ્ઠાનો બચાવ થયો છે. જ્યારે અક્ષિતાનો મૃતદેહ સોમવારે રાત્રે જ બહાર કાઢી લેવામાં આવ્યો હતો. સામુહિક આપઘાતનો બનાવ સામે આવતા જ પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. રાત્રે જ મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. તેમજ આજ સવારે ત્રણેય પુત્રોના મૃતદેહ કુવામાંથી કાઢવામાં આવ્યા હતા.

સંતાનોને કૂવામાં ધકેલી દેનાર માતાઅે જણાવ્યું હતું કે,  હું આંખ બંધ કરૂ એટલે ભૂત દેખાતા, ભૂત કહે તે હું સાભળુ, ભૂતના માથા દેખાતા અને બધે ભડકા જોવા મળતા હતા. છેલ્લા બે વર્ષથી મારી સાથે આવું બની રહ્યું હતું. આથી મેં જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય લીધો હતો. મારા મૃત્યુ પછી સંતાનોનું શું થશે તે વિચારથી સંતાનોને સાથે લઈ જઈને આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. છેલ્લા બે વર્ષથી આર્થિક સ્થિતિ પણ ખૂબ ખરાબ હતી. અનેક વખત બે ટંક ખાવાના પણ ફાંફા પડી જતા હતા. આ વાત હું સહન નહોતી કરી શકતી. મને થયું કે હું આમાંથી છૂટીને જિંદગી ટૂંકાવી લવ. મને વિચાર આવ્યો હું છૂટી જઈશ તો બાળકોનું શું થશે. એ માટે તેમને પણ સાથે લઈ જવાનો વિચાર કર્યો હતો.

મારા પતિને કહેતી બધી પીડામાંથી મારે બહાર નીકળી જવું છે

ગીતાબેને રડતા રડતા જણાવ્યું હતું કે, હું મારા પતિને કહ્યાં કરતી કે મારે આ બધી પીડામાંથી બહાર નીકળી જવું છે. તમે ન હોવ ત્યારે છોકરા પાણી વગરના આંટા મારતા હોય છે. કોઈ એક બટકું રોટલો પણ આપે એમ નથી. આપણા બંને સિવાય તેમની પાછળ કોઈ નથી. હું ખાટલામાં પડી છું. હું ફક્ત હરી-ફરી શકું છું એટલું જ છે. પૈસાની ખૂબ તકલીફ હતી. બે ટંક ખાવાના પણ ફાંફા હતા. પાડોશીના ઘરેથી લોટ લઈને છોકરાઓને ખવડાવતા હતા.

Related posts

આંતર કોલેજ એકાંકી સ્પર્ધા, છ એકાંકી ફાઈનલ માટે પસંદ કરવામાં આવ્યા

Nilesh Jethva

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

આ પ્રખ્યાત અભિનેત્રીએ હિંમતનગર ખાતે શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!