GSTV
Crime Trending

પત્ની જોડે અનૈતિક સંબધો હતા તો ગુપ્તાંગ વાઢીને મારી નાખ્યો, સ્ટોરી કંઈક એમ છે કે….

murder of gangster by wife

મિત્રનો પત્ની જોડે અનૈતિક સંબંધ હોવાના કારણસર મુંબઈના એક કુખ્યાત ગુંડાનું ગુપ્તાંગ કાપી તેની નિર્દયી હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. માટુંગા રેલવે સ્ટેશન પાસે અનિલ શેલાર નામક ૩૬ વર્ષીય વ્યક્તિનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો છે. આ પ્રકરણે બે જણની અટકાયત કરાઈ છે.

અનિલ શેલારનો મૃતદેહ વિદ્યુત વિભાગની કેબિન પાસે લોહીના ખાબોચિયામાં પડેલો મળ્યો હતો. તેના માથામાં તથા શરીર પર ઊંડા જખમો હતા. આ શેલારના તેના મિત્રની પત્ની જોડે અનૈતિક સંબંધો હતાં. જેને કારણે તેની હત્યા કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.

શેલારનો મૃતદેહ મળ્યા બાદ ૩૫ વર્ષીય દયારામ સોલંકી ઉર્ફ મહેન્દ્ર ફરાર થયો હતો. આથી તેના પર શંકાનો કળશ ઢોળાયો હતો. પત્નીથી દૂર રહેવાનું સોલંકીએ શેલારને અનેકવાર કહ્યું હતું. તેમજ જીવથી મારવાની ધમકી પણ આપી હોવાની માહિતી મળી હોવાનું સિનીયર પીઆઈએ જણાવ્યું છે. સોલંકીએ ગોલુ વાઘેલા ઉર્ફ ગણેશ સાથે કપટ રચી શેલારને બોલાવ્યો હતો.

જ્યાં શેલાર આવતાં જ આ બંને પક્ષોમાં મારામારી થઈ અને સોલંકીએ શેલારના માથામાં સળિયાથી પ્રહાર કરતાં શેલાર જમીન પર ઢોળાઈ પડયો હતો. ત્યારબાદ હત્યારાએ શેલારનું ગુપ્તાંગ કાપ્યું હોવાની માહિતી પોલીસે આપી છે.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV