GSTV
Gujarat Government Advertisement

Maruti Suzuki કારને બદલે શેર ખરીદ્યા હોત તો આજે કરોડપતિ હોત, 5300% મળ્યું રિટર્ન

Last Updated on May 13, 2021 by Pritesh Mehta

Maruti Share Return: વર્ષ 2003નો સમય હતો જયારે સરકારે Maruti Suzuki Limited કે તે સમયના Maruti Udyog Limitedમાં પોતાની 25% ભાગીદારી વેચી હતી. 9 જુલાઈ 2003ના રોજ Maruti Suzukiની શેરબજારમાં લિસ્ટિંગ થયું હતું. શેર પોતાના પહેલા જ દિવસે ઈશ્યુ પ્રાઈઝથી 32% ઉપર 164 રૂપિયે બંધ થયા હતા. જયારે શેરનું લિસ્ટિંગ 125 રૂપિયે થયું હતું.

Maruti Suzuki

આ એ સમય હતી જયારે ઓટો સેક્ટરમાં મારુતિનો દબદબો હતો. 2000-2008ના સમયમાં મારુતિ 800ની કિંમત 2.5 લાખ રૂપિયા જેટલી હતી. એવામાં ઘણા એવા લોકો હતા જેમણે અઢી લાખ રૂપિયામાં મારુતિ 800 કાર ખરીદી હતી અને એવા પણ લોકો હતા જેમણે મારુતિના શેર ખરીદ્યા હતા. હવે અહીં એ વાતની સરખામણી કારની છે કે જેમને કાર ખરીદી અને જેમને શેર ખરીદ્યા આજની તારીખમાં તે અઢી લાખની શું કિંમત છે.

A) જેમણે Maruti 800 કાર ખરીદી

  • વર્ષ                      2003
  • કિંમત                   2.5 લાખ રૂપિયા

કાર એક Depreciating Asset છે. એટલે કે એવી સંપત્તિ જેની કિંમત સમયની સાથે ઓછી થતી જાય છે. વર્ષ 2003માં ખરીદવામાં આવેલ મારુતિ 800 કારની આજે કિંમત 50 થી 60 હજાર રૂપિયાની આસપાસ છે. એટલે કે કિંમતમાં લગભગ 2 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે.

B) જેમણે Marutiના શેર ખરીદ્યા

હવે જે લોકોએ મારુતિની કાર ખરીદવાને બદલે અઢી લાખ રૂપિયામાં મારુતિના શેર ખરીદ્યા હતા. માની લો કે 125 રૂપિયાના ભાવ પર શેર ખરીદ્યા હોય. એટલે લે 2000 શેર મળ્યા હશે. હવે આજકાલ શેર બજારમાં મારુતિ સુઝુકીના શેરની કિંમત 125 રૂપિયાથી વધીને 6750 રૂપિયા થઇ ગઈ છે. જોકે, મારુતિના શેર 10,000 રૂપિયાની પોતાની લાઈફટાઈમ ઊંચાઈ સ્પર્શી ચુક્યા છે.

જો આપણે આજના શેર ભાવ પર નજર કરીયે તો 2000 શેરની કુલ વેલ્યુ 6750×2000 કરીયે તો 1.35 કરોડ રૂપિયા થાય. એટલે તે સમયે જેણે પણ અઢી લાખ રૂપિયામાં મારુતિ 800 ન ખરીદતા શેર ખરીદ્યા હશે તેમની પાસે આજે 1.35 કરોડ રૂપિયા હોત. એટલે કે પુરેપુરા 5300%નું રિટર્ન મળતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!