GSTV
Gujarat Government Advertisement

હવે મરો/ ખાણી-પીણીના એકમો પર ભીડ દેખાશે તો થશે દંડ, અમદાવાદ મહાપાલિકા કેસો વધતાં આવી એકશનમાં

Last Updated on March 9, 2021 by Pritesh Mehta

જો તમે સાંજના સમયે ખાણી-પીણીના એકમો પર ભીડ દેખાશે તો દંડ ભરવા અને એકમ સીલ કરવા સુધીની તૈયારી ખાણી-પીણીના માલિકોને રાખવી પડશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે આખરે અમદાવાદ મહાપાલિકા હરકતમાં આવ્યુ છે.

કોર્પોરેશને સોલિડ વેસ્ટ વિભાગને મૌખીક સૂચના આપી છે કે, સાંજે આઠ વાગ્યા બાદ હોટલ-રેસ્ટોરામાં જ્યાં વધુ ભીડ એકત્ર થતી હોય ત્યાં દંડની કાર્યવાહી અથવા સીલ મારવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં રાત્રીના 12 વાગ્યાથી રાત્રી કર્ફ્યૂ લાગુ છે. પરંતુ શહેરમાં ખાણી-પીણીના એકમો પર સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.  ખાણી –પીણીના એકમ પર સોશિયલ ડિસ્ટંસનો ભંગ પણ થઈ રહ્યો છે.

કોરોના ખાણી-પીણી

કોરોના વાયરસે ગુજરાતમાં ફરી માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં 555 નવા કેસ નોંધાયા છે જ્યારે 482 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4416 લોકોના કોરોનાથી મોત થયા છે. ચૂંટણીઓ બાદ ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. રૂપાણી સરકાર ભલે સબ સલામતના દાવાઓ કરે પણ કેસો વધ્યા છે એ વાસ્તવિકતા છે.  રાજ્યમાં અત્યાર સુધી 266313 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.22 ટકા પર પહોંચ્યો છે. હાલ 3212 એક્ટિવ કેસ છે, જેમાંથી 41 લોકો વેન્ટિલેટર પર અને 3171 લોકો સ્ટેબલ છે. સરકાર આ આંકડાઓ સુધરે એ માટે પ્રયાસો કરી રહી છે.

કોરોના

ગુજરાતમાં આજે કોરોનાના કેસ

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 126, સુરત કોર્પોરેશન 90, વડોદરા કોર્પોરેશનમાં 89, રાજકોટ કોર્પોરેશન 35, પંચમહાલ 18, આણંદ 16, ભાવનગર કોર્પોરેશન 14, ખેડા 14, વડોદરા 14, સાબરકાંઠા 12, ભરૂચ 11, કચ્છ 11, દાહોદ 10, સુરત 10, મહીસાગર અને રાજકોટમાં 9-9 કેસ નોંધાયા હતા. આજે રાજ્યમાં કુલ 1,08,226 લોકોને રસી આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

મમતા બગડ્યાં: કોરોનાની બીજી લહેર મોદી નિર્મિત ત્રાસદી છે, બંગાળમાં નથી જોઈતી ડબલ એન્જિનની સરકાર

Pravin Makwana

ચિંતાજનક / કોરોના વાઇરસના‘સ્વદેશી વેરિઅન્ટ’એ વધારી ચિંતા, આ રાજ્યમાં સૌથી વધુ અસર

Bansari

BREAKING: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!