અસમના ભાજપના નેતા દિલીપ કુમાર પોલે દાવો કર્યો છેકે, જો ભગવાન શ્રીકૃષ્ણની જેમ વાંસળી વગાડવામાં આવે તો ગાય વધારે દૂધ આપે છે. સિલચરથી બેવારનાં ધારાસભ્ય રહેલાં દિલીપ કુમાર પોલે એક કાર્યક્રમમાં આ વાત કહી છે. તેમણે દાવો કર્યો હતોકે, ભગવાન શ્રીકૃષ્ણની જેમ જ વાંસળીની વિશેષ ધૂન વગાડીને ગાયના દૂધમાં ઘણો વધારો કરી શકાય છે. તેમણે કહ્યુ હતુકે, આ વાત આધુનિક વિજ્ઞાનમાં સાબિત થઈ ચૂકી છે. પોલે કહ્યુકે, આ પ્રાચીન સમયનું વિજ્ઞાન છે અને તેને આધુનિક બનાવવામાં આવશે.

RSSના નજીક ગણાતા પોલ વર્ષ 2014માં વિધાનસભાની પેટાચૂંટણી જીતીને પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. પોલ અસમ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરના રૂપમાં પણ પસંદ કરાયા હતા. પોલ ગયા વર્ષે પણ એક નિવેદનને લઈને વિવાદમાં આવ્યા હતા. વાસ્તવમાં તત્કાલીન સાંસદ અને કોંગ્રેસ નેતા સુષ્મિતા દેવ દ્વારા નવી દિલ્હીમાં એક વિરોધ પ્રદર્શન દરમ્યાન એક શખ્સનાં ખભા ઉપર ચડી ગયા હતા. ત્યારે પોલે તેમને સિલચરનું કલંક ગણાવ્યા હતા.
READ ALSO
- અમીરોને બખ્ખાં / મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો વચ્ચે બજેટમાં ધનિકોને લ્હાણી, મહત્તમ ટેક્સ 4 ટકા ઘટ્યો
- ‘ગંદી બાત’ ફેમ ફ્લોરા સૈનીએ શેર કરી, આંચકાજનક દાવો કર્યો
- સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 10 વર્ષથી નાસતા ફરતા હત્યારાની ઓરિસ્સાથી કરી ધરપકડ
- મોદી સરકારની પેરિસ ઓલિમ્પિક પર નજર, સ્પોર્ટ્સ બજેટમાં 27 ટકાનો વધારો, જાણો વિગતો
- ડ્રેગનને હવે નાના દેશો પણ નથી ગાંઠતા? / ભારતની નજીકનો દેશ જેની વસ્તી માત્ર 9 લાખ તેણે ચીનને બતાવી આંખ