GSTV

કોર્ટ કચેરીના ધક્કાથી બચવા કરો આ ઉપાય, પછી જુઓ ચમત્કાર

સામાન્ય રીતે વ્યક્તિ પોલીસ અને કોર્ટ કચેરીના મામલાથી હંમેશા બચવાનો પ્રયત્ન કરતો હોય છે.આ બધા લફડામાં તેઓ ફસાવા નથી માંગતા પરંતુ કેટલીક વાર વ્યક્તિ કોઈના કોઈ કારણોરસ વિવાદોમાં ફસાઈ જાય છે. પછી તે પારિવારિક વિવાદ હોય તે સંપત્તિને લઈને પોતાના લોકો સાથેનો ઝગડો હોય અથવા કોઈ પણ અન્ય સમસ્યાના કારણે વિવાદોમાં ફસાય જાય છે.

એક વખત વ્યક્તિ કોર્ટ કચેરીના ધક્કા ખાતો થઈ જાય તો બહુ મુશ્કેલીથી તેમાંથી છૂટકારો મળે છે. કેટલીક વખત લડતા લડતા આખી જીંદગી પૂરી થઈ જાય છે. તેમજ પૈસાનો ખર્ચો તો થાય છે સાથે સમય પણ બગડે છે.

માનસિક અશાંતિ મળે તે અલગથી. ન્યાય મળી જાય તેના પર પણ ભરોસો નથી રાખી શકાતો. પરંતુ હવે તમારે હેરાન થવાની જરૂર નથી.

જ્યોતિષ શાસ્ત્રમાં તેના વિશે કેટલાંક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને અપનાવીને તમે કોર્ટ કેસથી છુટકારો મેળવી શકો છો.

સૂર્યને જળ ચઢાવવું

સવારે સ્નાન અને નિત્ય કાર્યોમાંથી ફ્રી થઈને એક તાંબાના વાસણમાં જળ અને કંકુ નાંખીને સૂર્યદેવને ચઢાવવું. જળ ચઢાવતી વખતે 9 વખત  ॐ आदित्याय नम: નો જાપ કરવો.

જળ ચઢાવ્યા પછી જળનું તિલક માથા પર કરવું અને તે જગ્યા પર આસન પર બેસીને હનુમાનજીનું ધ્યાન કરતા ‘दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते” ચોપાઈની ત્રણ વખત માળા જપવી. આ ઉપાય સતત 27 દિવસ સુધી કરવાથી તમને નિચ્છિત રૂપથી કોર્ટ કેસમાંથી છૂટકારો મળશે.

હનુમાનજીને ચમેલીનું તેલ ચઢાવવું

જો તમે કોઈ ખોટા કેસમાં ફસાઈ ગયા હોય તો મંગળવારના દિવસે સાંજે હનુમાનજીને ચમેલીનું તેલ ચઢાવવું. સાથે તુલસીમાં પાનથી બનાવેલી માળા હનુમાનજીને અર્પિત કરવી. સ્ત્રીઓ આ માળા હનુમાનજીમા ચરણોમાં રાખવી.

ॐ नमो भगवते रामदूताय મંત્રનો જાપ સતત 11 મંગળવાર સુધી કરવો. બને ત્યાં સુધી વધારે વખત આ મંત્રનો જાપ કરવો. તમારા પર લગાવામાં આવેલા તમામ ખોટા આરોપો ખારીજ થઈ જશે.

હનુમાન ચાલીસાનો પાઠ કરવો

કોઈ પણ અપરાધ વગર તમને સજા મળી હોય તો તેનો ઉપાય પણ જ્યોતિષ શાસ્ત્રમાં છે. ઉત્તર દિશાની તરફ મોઢું રાખીને બેસવું અને 9 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આવું સતત 41 દિવસ સુધી કરવું.

તેમજ તમારા સંબંધીઓ તમને સંપત્તિના ભાગલામાં તમને દગો આપે અને તમે ખોટી રીતે ફંસાય ગયા હોય તો સતત 9 મંગળવાસ સુધી બજરંગ બાણનો પાઠ કરવો, પાઠ કર્યા પછી પૂરી અને હલવાનો પ્રસાદ ગરીબ લોકોને આપવો

જય નરસિંહ, જય નરસિંહ

જો તમને તમારા શત્રુઓ ખોટી રીતે હેરાન કરતા હોય અને ખોટી રીતે ફસાવતા હોય અને તમે વાંરવાર કોર્ટ કચેરીના ધક્કા ખાતા હોય તો દરરોજ મનમાં જય નરસિંહ, જય નરસિંહ બોલતા રહેવું. તેનાછી શત્રુઓથી છૂટકારો મળશે અને તે લોકો તમને હેરાન કરવાનું પણ બંધ કરશે.

Read Also

Related posts

Desi Jugaad : ખેડૂતે ખેતરમાં લગાવ્યું આટલું જબરદસ્ત ઉપકરણ, જોયા પછી તમે પણ બોલી ઉઠશો ‘ક્યા બાત હૈ’

Vishvesh Dave

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!