GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

જો સીઆરપીએફ ન હોત તો અમિત શાહનું બચવું મુશ્કેલ હતું, બંગાળ ભારે પડ્યું

કોલકાતામાં અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસાને લઈ અમિત શાહે કહ્યું કે જો સીઆરપીએફ ન હોત તો બચવું મુશ્કેલ હોત. લોકસભાની ચૂંટણીના છ તબક્કા પૂરા થઈ ગયા.પણ પશ્ચિમ બંગાળ સિવાય ક્યાંય હિંસા થઈ નથી.. મમત બેનર્જીનો આરોપ છે કે ભાજપ હિંસા કરાવી. ભાજપ આખા દેશમાં ચૂંટણી લડી રહ્યું છે તો માત્ર પશ્ચિમ બંગાળમાં જ કેમ હિંસા થાય છે. તેવો સવાલ ઉઠાવીને હિંસા પાછળ ટીએમસીને જવાબદાર ગણાવી.

અમિત શાહે આપ્યા પૂરાવા

કોલકાતાની કોલેજમાં વિદ્યાસાગરની પ્રતિમા તોડવા મામલે અમિત શાહે પૂરાવા રૂપે તસવીરો જાહેર કરીને ટીએમસી પર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે વિદ્યાસાગરની પ્રતિમા ભાજપે નથી તોડી. ભાજપના લોકો બહાર રોડ પર હતા. કોલેજનો ગેટ બંધ હતો. તો પ્રતિમા કોણે તોડી. અંદર ટીએમસીના કાર્યકર હતા. તો વિદ્યાસાગરની પ્રતિમા કોણે તોડી. ટીએમસીના લોક કોલેજના ગેટની અંદરથી હિંસા ફેલાવતા હતા.

ટીએમસી હારી રહી છે

અમિત શાહે દાવો કર્યો કે પશ્ચિમ બંગાળમાં ટીએમસી ચૂંટણી હારી રહી છે. પાંચમાં ચરણ બાદ હાર સ્પષ્ટ દેખાતા હિંસા ફેલાવી રહી છે. ટીએમસી ગભરાઈ ગઈ છે. અને તેથી હિંસા પર ઉતરી આવી છે. વિદ્યાસાગર

ચૂંટણી પંચ મૂકપ્રેક્ષક બનીને બેઠુ છે

અમિત શાહે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચને મુકપ્રેક્ષક બનીને બેઠું છે. અમિત શાહે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા.

ચૂંટણી પંચે કોઈ કાર્યવાહી ન કરી

અમિત શાહે કહ્યું કે બે દિવસ પહેલા મમતાએ જાહેર ભાષણમાં ધમકી આપી હતી. પણ ચૂંટણી પંચે કોઈ કાર્યવાહી ન કરી. મમતા બેનર્જી હિંસાનો કાદવ ઉછાળીને ચૂંટણી જીતવા માગે છે. તેમણે કહ્યું કે હિંસાનો કાદવ જેટલો ઉછાળશે એટલા કમળ વધુ ખિલશે.

READ ALSO

Related posts

MCIનો મોટો નિર્ણય, પાકિસ્તાના હેઠળના કાશ્મીર અને લદ્દાખની મેડિકલ ડિગ્રી ઉપર ભારતમાં પ્રતિબંધ

Mansi Patel

મોદીના મત ક્ષેત્રમાં સ્વાસ્થ્ય કર્મીઓની હાલત કફોડી, આપી રહ્યા છે સામૂહિક રીતે રાજીનામા

Pravin Makwana

સઉદી અરબની માંફી માંગવા જશે પાકિસ્તાન આર્મી ચીફ બાજવા, કુરૈશીના નિવેદનથી સંબંધોમાં ચિંતા વધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!