GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

જો કોંગ્રેસના નેતાઓ આવું કરશે તો મહેસાણા લોકસભા જીતી શકશે?, લોકો હાજર, નેતા ગેરહાજર

Congress Jan Sankalp Sabha in Mehsana

મહેસાણાના કડીમાં યોજાયેલી કોંગ્રેસ જન સંકલ્પ સભામાં ફિયાસ્કો થયો છે. કડી તાલુકાના રાજપુર ગામમાં જન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, જગદીશ ઠાકોર હાજર રહેવાના હતા. તેમના નામે પત્રિકા પણ છાપવામાં આવી હતી. પરંતુ જન સંકલ્પ સભામાં એકેય નેતા હાજર ન રહેતા કોંગ્રેસના કાર્યકરો નિરાશ થયા હતા.

જ્યારે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર, બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર તથા અન્ય નેતાઓએ હાજરી આપી હતી. આ સભામાં કડીના પૂર્વ ધારાસભ્ય હાજર ન રહેતા કડી કોંગ્રેસ તાલુકાનાં બે ભાગ પડી ગયા હોય તેવી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચર્ચા ચાલુ થઈ હતી. કડી તાલુકા પ્રમુખ અને કાર્યકર્તાઓ વચ્ચે તાલમેળ જાળવવામાં કોંગ્રેસ નિષ્ફળ નિવડી હોય તેવું લાગે છે.

Related posts

એક સપ્તાહના ઉકળાટ બાદ વડોદરામાં ધમાકેદાર વરસાદ, આ વિસ્તારોમાં જળબંબાકાર

Bansari

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી

pratik shah

બચ્ચન બહુ ઐશ્વર્યા અને બચ્ચન પૌત્રી આરાધ્યાના બીજા Corona રિપોર્ટ આવ્યા પોઝિટિવ, 4 બંગલા સૅનેટાઇઝ કરી સીલ કરાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!