GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

CBI એ ઇન્દ્રાણી વિશે પૂર્વ ગૃહ મંત્રીને સવાલ કર્યો તો ચિદમ્બરમે આપ્યો કાંઇક આવો જવાબ

આઈએનએક્સ મીડિયા કેસમાં પી ચિદમ્બરમના રીમાન્ડને લઇને સાડા પાંચ વાગ્યાના અરસામાં આવી શકે છે. પી ચિદમ્બરમે કોર્ટમાં કહ્યુ હતુ કે સીબીઆઇના દરેક સવાલનો જવાબ આપ્યો છે. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ રાઉજ એવન્યૂ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં. બંને પક્ષે દલીલો ધારદાર દલીલો થઈ.  સીબીઆઈએ પાંચ દિવસના રિમાન્ડની માગ કરી છે.

કોર્ટમાં સીબીઆઈએ રિમાન્ડ માગતા દલીલ કરી કે ચિદમ્બરમ અને ઈન્દ્રાણી મુખર્જીને સામસામે રજૂ કરવામાં આવશે. કોર્ટરૂમમાં ભારે ભીડને કારણે અફડાતફડીનો માહોલ છે. પહેલા સીબીઆઈ વતી સોલિસિટર તુષાર મહેતાએ દલીલ શરૂ કરી. બાદમાં જ્યારે ચિદમ્બરમના વકીલ તરીકે કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.  પૂછપરછમાં યોગ્ય સહકાર ન આપતાં હોવાના આધારે સીબીઆઈ કોર્ટમાં તેમની કસ્ટડીની માગ કરી છે.

સીબીઆઈએ ગત મોડી રાત્રે પૂછપરછ કર્યા બાદ સવારે પણ તેમની પૂછપરછ કરી હતી. લગભગ ત્રણ કલાક સુધી પૂછપરછ ચાલી હતી. સીબીઆઈના સૂત્રનું માનવામાં આવે તો પી.ચિદમ્બરમ પૂછપરછમાં સહયોગ આપી રહ્યા નથી. અને મોટા ભાગના સવાલના જવાબ આપવાનું ટાળ્યું હતું.

પૂછપરછ દરમિયાન ચિદમ્બરમે કહ્યું કે તે પોતાના પુત્રના વ્યવસાયમાં કોઈ પણ જાતની દરમિયાનગિરી નથી કરતા. અધિકારીઓએ તેમને ઈંદ્રાણી અને પીટર મુખર્જી સાથેની મુલાકાત અંગેના સવાલો પૂછ્યા તો ચિદમ્બરમે કહ્યું કે તેમને આવી કોઈ મુલાકાત યાદ નથી.

READ ALSO

Related posts

ઉંચા મૃત્યુદરને લઇને અમદાવાદ સિવિલ વિવાદના વમળમાં, હાઈકોર્ટની ફટકાર બાદ સરકારી અને હોસ્પિટલ તંત્ર થયું દોડતું

pratik shah

ચુંદડીવાળા માતાજીને શાસ્ત્રોક્ત વિધિ સાથે અપાઈ સમાધિ, શ્રધ્ધાળુઓ શોકમાં ગરકાવ

pratik shah

જમ્મુ- કાશ્મીરમાં ટળ્યો મોટો આંતકી હુમલો, પુલવામાં જેવું કાવતરું રચાયું હતું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!