GSTV
Home » News » ભાજપની સરકાર નહીં બની તો રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ જશે, આ છે રિપોર્ટ

ભાજપની સરકાર નહીં બની તો રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ જશે, આ છે રિપોર્ટ

nda nifty

દેશમાં ચૂંટણીના પરિણામો ર૩મેના રોજ જાહેર થવાના છે, હવે એનડીએની સરકાર નહીં બને તો નેશનલ સ્ટોક એક્ષચેન્જના સૂચકઆંકમાં ૧પ ટકાનો ઘટાડો આવી શકે છે તેવુ મળતા અહેવાલો જણાવે છે. સ્વીટર્ઝલેન્ડની બ્રોકરેજ કંપની યુબીએસ સિકયોરીટીઝના એક અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.

યુબીએસએ સર્વેક્ષણો અને ઉત્તરપ્રદેશ, પ.બંગાળ અને રાજસ્થાન વિસ્તારની મુલાકાત લીધા બાદ આ અહેુવાલ તૈયાર કરાયો છે તેમાં જણાવ્યું છે કે આ વખતે ચૂંટણીમાં કોઇ લહેર દેખાઇ નથી. ર૦૧૪ ની ચૂંટણીની સરખામણીમાં આ વખતે ચૂંટણીની ગતિવિધિ બહુ સુસ્ત જોવા મળી હતી. રિપોર્ટ જણાવે છે કે બિન રાજગની સરકાર બનશે તો નિફટીમાં ૧૦ થી ૧પટકાનો ઘટાડો થશે.

જો રાજગને રપ૦થી ઓછી બેઠકો મળે અને નજીકના ભવિષ્યમાં સરકાર બને ત્યાં સુધી નિફટીમાં વધારો ઘટાડો જોવા મળશે. જો રાજગને રપ૦થી વધુ બેઠકો મળશે તો નિફટીમાં પાંચ ટકાનો વધારો થશે અને હાલના ઉચ્ચતમ સ્તરે પહોંચી જશે. ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઉત્તરપ્રદેશમાંથી ૭૧ બેઠકો મળી હતી જયારે પ.બંગાળમાં તેને ફાયદો થઇ શકે છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે જો બિનરાજગની સરકાર બનશે તો નિફટી ૧૦ થી ૧પ ટકા નીચે આવી શકે છે.જો એનડીએને રપ૦થી ઓછી બેઠકો મળશે તો નજીકના ભવિષ્યમાં સરકાર બને ત્યાં સુધી તેમાં વધારો ઘટાડો થઇ શકે છે. જો એનડીએને રપ૦થી વધારે બેઠકો મળશે તો નિફટી પાંચ ટકા વધીને પોતાના હાલના મહત્તમ સ્તરે પહોંચી શકે છે.

READ ALSO

Related posts

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar

જેપી નડ્ડા 16 વર્ષની વયે રાજનીતિમાં પ્રવેશ્યા, વિદ્યાર્થી સંઘનાં નેતાથી લઇ ભાજપ કાર્યકારી પ્રમુખ સુધીની સફર…

Riyaz Parmar

સંસદના પ્રથમ દિવસે જ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર આવ્યા વિવાદમાં, વિપક્ષે કર્યો વિરોધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!