GSTV
Home » News » રામમંદિર નહીં બને તો ભાજપને કાળ ભૈરવ દંડશેઃ તોગડિયા

રામમંદિર નહીં બને તો ભાજપને કાળ ભૈરવ દંડશેઃ તોગડિયા

2019ની લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર રામમંદિર મુદ્દો ફ્રન્ટફુટ પર છે. સાધુ-સંતો બાદ હવે વીએચપીના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ પણ રામમમંદિર નિર્માણને લઈને મોદી સરકારને ઘેરવાની કોશિશ કરી છે. તોગડિયાએ ક્હ્યુ છે કે સરકાર સંસદમાં કાયદો પારીત કરાવીને રામમંદિર નિર્માણનું કામ તાત્કાલિક શરૂ કરાવે.

જો આવું નહીં થાય તો જનતા તેમને પાઠ ભણાવશે. તોગડિયાએ કહ્યુ છે કે જો કેન્દ્ર સરકાર આમ છતાં રામમંદિરનું નિર્માણ નહીં કરે તો ભગવાન કાલ ભૈરવ તેમને દંડિત કરશે. મહત્વપૂર્ણ છે કે વીએચપીથી છેડો ફાડયા બાદ તોગડિયાએ પોતાનું નવું સંગઠન આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની સ્થાપના કરી છે.

બુધવારે બાબા વિશ્વનાથની નગરી વારાણસી ખાતે મંદિરમાં દર્શન કર્યા બાદ તોગડિયાએ ક્હયુ હતુ કે હિંદુઓના ધાર્મિક આર્થિક અને રાજકીય હિતોની સુરક્ષા માટે તેમણે વિશ્વવ્યાપી આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની શરૂઆત કરી છે. તેમણે કહ્યુ છે કે ચાર વર્ષમાં મોદી સરકારે સંસદમાં રામમંદિર મામલે કાયદો બનાવ્યો નથી.

આ એક પ્રકારે છેતરપિંડી છે. હજી વિલંબ થયો નથી અને સરકાર ઝડપથી પગલા ઉઠાવે. તેમણે કહ્યુ છે કે મંદિર બનશે અને જરૂરથી બનશે. તોગડિયાએ વડાપ્રધાન મોદીને નિશાને લેતા કહ્યુ છે કે વડાપ્રધાને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તેઓ મસ્જિદોમાં જાય છે. પણ રામલલા પાસે જવા માટે તેમની પાસે સમય નથી.

Related posts

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સિવીલ સર્વિલ પરિક્ષા તૈયારી કેન્દ્રનો CM રૂપાણીનાં હસ્તે પ્રારંભ કરાશે

Riyaz Parmar

અમરેલીનો આ ડેમ 80 ટકા ભરાતા નિચાણાવાળા 43 ગામોને અપાયું એલર્ટ

Nilesh Jethva

જીએસટીવીના અહેવાલની અસર, રવિવારે પણ રાજ્યની તમામ આરટીઓ ચાલુ રહેશે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!