બિહાર વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધી મળેલા આંકડાના હિસાબે રાજ્યમાં બીજેપી-જેડીયૂ ગઠબંધનની સરકાર રચાતા જોવા મળી રહી છે. એગ્ઝિટ પોલથી વિપરિત આવી રહેલા પરિણામો બાદ નિરાશ એનડીએમાં હવે ખુશીની લહેર છવાઇ રહી છે. તેવામાં હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે જે વાતનુ સતત બીજેપી પુનરાવર્તન કરતી રહી કે સીટો ઓછી આવે કે વધુ મુખ્યમંત્રી તો નીતીશ કુમાર જ રહેશે, શું તે પોતાના આ વચનનું પાલન કરશે? શું બીજેપી બિહારમાં સરકાર રચવા માટે મહારાષ્ટ્રનો ફોર્મ્યુલા અપનાવશે?

શુ છે મહારાષ્ટ્ર ફોમ્યુલા
જો ભૂતકાળમાં સરકારની રચના પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં ઓછી સીટો આવવાના પગલે બીજેપીને ત્યાં શિવસેનાને પોતાનો મોટો ભાઇ માનવો પડ્યો હતો અને પહેલીવાર 1995માં રાજ્યમા શિવસેનાના મુખ્યમંત્રી બન્યા હતાં. તે સમયે મનોહર જોશીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતાં જ્યારે બીજેપીના ગોપીનાથ મુંડે ડેપ્યુટી સીએમ બન્યા હતાં.

હકીકતમાં 1990ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેના 183 સીટો પર ચૂંટણી લડી હતી અને 52 સીટો જીતી હતી, જ્યારે બીજેપી 105 પર લડીને 42 સીટો જીતી હતી. આ ફોર્મ્યુલા 1995ના ચૂંટણીમાં અપનાવવામાં આવ્યો. પરંતુ તે સમયે શિવસેનાને 73 સીટો મળી હતી જ્યારે બીજેપી 65 સીટ પર સમેટાઇ ગઇ.

2020માં કેટલી સીટો પર લડ્યા એનડીએ એક દળ?
બિહાર ચૂંટણીમાં એનડીએના ઘટક દળ જેડીયુ 115 સીટ, બીજેપી 110 સીટ, વીઆઇપી 11 અને હિન્દુસ્તાન અવામી મોર્ચા પર ચૂંટણી લડી હતી. મહાગઠબંધનમાં આરજેડીએ 144 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસ 70, સીપીઆઇ (એમએલ)-19, સીપીઆઇ-6 અને સીપીએમ-4 સીટો પર ચૂંટણી લડી હતી.
Read Also
- પાટણ જિલ્લામાં વીજકર્મીઓએ આંદોલન છેડ્યૂ, 21 તારીખે વીજ કર્મચારીઓએ માસ સીએલ પર જશે
- દુનિયાનો સૌથી ગંદો માણસ! આ શખ્સે 65 વર્ષથી નથી કર્યુ સ્નાન, કહાની સાંભળી થઈ જશે ઉલ્ટી
- ખેડૂત આંદોલનના સમર્થનમાં ગાંધીનગર ખાતે કોંગ્રેસનો આક્રમક દેખાવ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ
- દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓનું આજથી આંદોલન, વીજ પુરવઠો ખોરવાશે તો સરકારની જવાબદારી
- તણાવ પડ્યો ભારે/ ચીનના 12,000 કરોડ રૂપિયાના મૂડી રોકાણના પ્રસ્તાવો લટક્યા, સરકાર નથી આપી રહી મંજૂરી