GSTV
Home » News » શિવસેના માટે મુખ્યમંત્રીની ખુરશી ‘બીરબલની ખીચડી’ સમાન, જૂના પાર્ટનર ભાજપ તરફ કુણી લાગણી વ્યક્ત કરી

શિવસેના માટે મુખ્યમંત્રીની ખુરશી ‘બીરબલની ખીચડી’ સમાન, જૂના પાર્ટનર ભાજપ તરફ કુણી લાગણી વ્યક્ત કરી

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસના ગઠબંધનની સરકાર રચાશે કે કેમ તેને લઇને હજુ પણ અવઢવનો માહોલ છે. આ પરિસિૃથતિ વચ્ચે હવે શિવસેનાએ ફરી ભાજપ પ્રત્યેનું પોતાનું વલણ બદલ્યું છે અને કહ્યું છે કે જો ભાજપ અમારી અગાઉની સરકારમાં 50-50ની ફોર્મ્યૂલા અપનાવી લેતી હોય તો અમને હજુ પણ ભાજપ સાથે મળીને સરકાર બનાવવામાં કોઇ જ વાંધો નથી.

બીજી તરફ શિવસેનાને ટેકો આપવો કે કેમ તેને લઇને હજુ પણ કોંગ્રેસ અને એનસીપીએ કોઇ ચોક્કસ નિર્ણય નથી લીધો તેથી મહારાષ્ટ્રનો મામલો વધુ ગુંચવાયો છે. હાલ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે તેમ છતા ગઠબંધનની સરકાર રચવાનો માર્ગ ખુલ્લો જ છે પણ એનસીપી, કોંગ્રેસ, શિવસેના અને ભાજપ દરેક પક્ષો પોત પોતાના હિતોને કારણે ગઠબંધન કરી શક્યા નથી.

આ પરિસિૃથતિ વચ્ચે શિવસેનાના સુત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે જો ભાજપ માગણી સ્વીકારવા તૈયાર હોય તો અમને હજુ પણ ગઠબંધન કરવામાં કોઇ જ વાંધો નથી. આ સાથે જ બીજી તરફ શિવસેનાએ એમ પણ કહ્યું છે કે ટુંક સમયમાં જ એનસીપી, કોંગ્રેસ સાથે અમારી સરકાર રચાશે અને સરકારમાં કોને કેટલા મંત્રી પદ અને મુખ્ય પ્રધાન કોણ હશે તેની પણ ગોંઠવણ ટુંક સમયમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

નોંધનીય છે કે કોમન મિનિમમ પ્રોગ્રામ અને સત્તા સૃથાપવાની ફોર્મ્યુલા પર ત્રણેય પક્ષમાં હજી એકમત થઇ શક્યા નથી. આથી સરકાર સૃથાપવાના મુહુર્તમાં વિલંબ પડયું છે. જો કે આ ત્રણેય પક્ષ વચ્ચે સત્તાની વહેંચણી અંતિમ તબક્કામાં છે.મુખ્ય પ્રધાન પદ શિવસેના અને કોંગ્રેસ તથા એન.સી.પી. નાયબ મુખ્ય પ્રધાન આપવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે. જો કોંગ્રેસ, એનસીપી અને શિવસેના વચ્ચે ગઠબંધનની સરકાર રચાય તો મુખ્ય પ્રધાન પદે શિવસેનાના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે હશે એવી ચર્ચા છે.

મુખ્ય પ્રધાન પદ શિવસેના પાસે પાંચ વર્ષ સુધી રહેસે, એવી નવી ફોર્મ્યુલા હોવાનું રાજકીય વર્તુળમાં ચર્ચા છે. સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા પણ નક્કી કરાઇ છે. તે અનુસાર 56  વિધાન સભ્ય ધરાવતી શિવસેનાને 15, 54 વિધાન સભ્ય ધરાવતી એનસીપીને 14 અને 44 વિધાનસભ્ય ધરાવતી કોંગ્રેસને 13 પ્રધાન પદ અપાશે.

બીજી તરફ એનસીપીએ એવા સંકેતો આપ્યા છે કે મંગળવારે એનસીપીના વડા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને મળવાના હતા પણ આ મુલાકાત શક્ય નથી બની શકી. અગાઉ સોનિયા ગાંધી અને શરદ પવાર મળ્યા હતા તેમાં માત્ર આંકડા અંગે ચર્ચા થઇ હતી જ્યારે મંગળવારે જે બેઠક બન્ને વચ્ચે યોજાવાની હતી તેમાં સરકાર રચવા અંગે નિર્ણય લેવાનો હતો પણ તે શક્ય નથી બની શક્યું. એનસીપીના નેતા નવાબ મલિકે જણાવ્યું હતું કે ગાંધી પરિવાર હાલ ઇંદિરા ગાંધીની જન્મજયંતીની ઉજવણીને ધ્યાનમાં રાખીને વ્યસ્ત હોવાથી એનસીપી સાથે બેઠક નહોતી યોજાઇ શકી. તેથી પુરી શક્યતાઓ છે કે હાલ મહારાષ્ટ્રમાં કોઇની પણ સરકાર બનવાના સંકેતો નથી.

READ ALSO

Related posts

દિકરી સાથે દયાબેનનો ફોટો આવ્યો સામે, શું શોમાં પાછા ફરવાની તૈયારી

pratik shah

ઉદ્ધવ સરકારને અંધારામાં રાખી કેન્દ્ર સરકારે ભીમા કોરેગામ હિંસાની તપાસ NIA સોંપી

Pravin Makwana

કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર, બનાવ્યો અલગ વોર્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!