GSTV
Gujarat Government Advertisement

એલર્ટ! Googleને જો ભૂલથી પણ પૂછ્યો આ સવાલ, તો થઇ જશો જેલભેગા

google

Last Updated on June 9, 2021 by Bansari

લોકો સર્ચ કરવા માટે સૌથી વધુ GOOGLE નો ઉપયોગ કરે છે. કોઇ પ્રશ્નનો જવાબ જાણવો હોય કે ક્યાંક જવાનો રસ્તો શોધવો હોય, GOOGLE  બધું જ જણાવે છે. પરંતુ શું તમે સર્ચ કરતાં પહેલા થોડું વિચારો છો (GOOGLE  કરતા પહેલા વિચારો) તમે શું સર્ચ કરી રહ્યા છો.

GOOGLE  પર કંઈપણ સર્ચ કરતાં પહેલા, જાણો કે શું સર્ચ કરવું અને શું નહીં. કેટલીક એવી વસ્તુઓ છે જેને GOOGLE  પર સર્ચ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. GOOGLE  પર તમારા દરેક સવાલના જવાબ સર્ચ કરવા પણ તમને જેલ ભેગા કરી શકે છે. ચાલો જાણીએ કે GOOGLE  પર શું સર્ચ કરવાનું ટાળવું જોઈએ

 Google

Google પર તમારી જાતને ક્યારેય સર્ચ નહીં

GOOGLE  પર સર્ચ કરતી વખતે, તમારી ઓળખ જાણવા માટે ક્યારેય સર્ચ કરવાની ભૂલ કરશો નહીં. ખરેખર, GOOGLE  પાસે તમારી સર્ચ હિસ્ટ્રીનો સંપૂર્ણ ડેટાબેસ હોય છે અને વારંવાર સર્ચ કરવાને લીધે તે લીક થવાનું જોખમ રહેલું છે. હેકર્સ તેને સરળતાથી હેક કરી શકે તેની રાહ જોતા રહે છે.

તમારી ઇ-મેઇલ આઇડી ક્યારેય સર્ચ ન કરો

ઘણી વાર, મજાકમાં, આપણે GOOGLE  પર આપણી ઇ-મેઇલ આઈડી સર્ચ કરીએ છીએ. પરંતુ આમ કરવાથી તમારા માટે ઘણી મુશ્કેલી ઉભી થઈ શકે છે. આવી ભૂલથી, તમારું એકાઉન્ટ લીક થઈ શકે છે અને તમારો પાસવર્ડ પણ હેક થઈ શકે છે અને તમને કોઈ પણ પ્રકારની સ્પામમાં ફસાવાનો ભય છે.

 Google

Google ને બીમારીની દવા પૂછશો નહીં

જ્યારે કેટલાક લોકો પોતે અથવા ઘરના કોઈ સભ્ય બીમાર હોય છે, ત્યારે લોકો GOOGLE  પર સર્ચ કરીને તે રોગની દવા અથવા સારવાર સર્ચ કરે છે. ગુગલ પર આવી માહિતી સર્ચ કરવાથી કોઈનું જીવન જોખમમાં મૂકાઈ શકે છે કારણ કે અહીં તમને સાચી માહિતી મળશે તેની કોઈ ગેરેંટી નથી. આવી સ્થિતિમાં, જો કોઈ રોગ છે, તો ડોક્ટરની સલાહ લો, ગુગલની નહીં.

જો તમે GOOGLE  પર કસ્ટમર કેર નંબર સર્ચ કરશો તો ભરાશો

આજકાલ ડિજિટલ પેમેન્ટમાં તેજી આવી છે અને આ સાથે સાયબર ફ્રોડના કેસોમાં પણ વધારો થયો છે. સાયબર ફ્રોડ કરવાની સૌથી સામાન્ય રીતોમાંની એક કસ્ટમર કેર ઓફિસર તરીકે રજૂઆત છે. આ ફ્રોડ GOOGLE  પર બેંકોના ખોટા કસ્ટમર કેર નંબર મૂકે છે અને આની મદદથી તેઓ લોકોને પોતાનો શિકાર બનાવે છે. GOOGLE  પર બેંક અથવા અન્ય પેમેન્ટ સર્વિસનો કસ્ટમર કેર નંબર સર્ચ કરવાને બદલે, તેને તેની વેબસાઇટ અથવા એપ્લિકેશન પર સર્ચ કરો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સારવાર / 60 હજારના ઈન્જેક્શનની કમાલ, કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ધરમૂળથી નાબુદ, 24 કલાકમાં લક્ષણ પણ ગુમ

Harshad Patel

તમે દર મહિને 42 રૂપિયા રોકાણ કરી મેળવો 1000 રૂપિયા પેન્શન, અટલ પેન્શન યોજનામાં સુરક્ષા પણ અને નાણાં પણ

Vishvesh Dave

ખુશખબર/ DAની જાહેરાત પહેલાં આ સરકારી કર્મચારીઓ માટે આવ્યા આનંદના સમાચાર, મેડિક્લેમની મર્યાદા 5 ગણી વધી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!