GSTV

જો અમેરિકાએ આ પગલું ભર્યું તો IT ઈન્ડસ્ટ્રીને 10 લાખ કરોડનું નુકસાન થશે

Last Updated on June 20, 2019 by Mansi Patel

અમેરિકામાં ટ્રમ્પનું વહીવટી તંત્ર ભારતીયોને એચ-વનબી વિઝા આપવાની મર્યાદા 10 ટકાથી 15 ટકા કરવાનું વિચારી રહી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ અમેરિકા દર વર્ષે 85 હજાર લોકોને વિઝા આપે છે. જેમા સૌથી વધારે ભારતીય નાગરિકો વિઝા માટે અરજી કરે છે. એક અંદાજે 70 ટકા ભારતીયો અમેરિકા જવા એચ-વનબી વિઝાની અરજી કરે છે. ત્યારે અમેરિકાના વિદેશ મંત્રાલયે એચ-વનબી વિઝાની લિમિટ નક્કી કરવા રિપોર્ટ માગ્યો છે.

મળતી માહિતી પ્રમાણે એમેરિકા એવા દેશોને એચ-વનબી વિઝા આપવાની મર્યાદા નક્કી કરવા માગે છે જે વિદેશી કંપની સ્થાનિક સ્તર પર ડેટા સ્ટોક કરવા માટે મજબૂર કરે  છે. ગત વર્ષે આરબીઆઈએ ડેટા લોકલાઈઝેશન પોલીસી લાગૂ કરી હતી. આ પોલીસી હેઠળ વિઝા, માસ્ટર કાર્ડજેવી વિદેશી કંપનીઓને ટ્રાન્જેક્શનના ડેટા વિદેશી સર્વરના બદલે ભારતના સર્વરમાં સ્ટોર કરવાના હોય છે.

જેથી આરબીઆઈના આ નિયમથી અમેરિકાની સરકાર નારાજ છે. અમેરિકા વિઝાની મર્યાદા નક્કી કરશે તો 10 લાખ કરોડ રૂપિયાનુ નુકસાન આઈટી ઈન્ડસ્ટ્રીઝને જવાનુ છે. મહત્વપૂર્ણ  છે કે, એચ-વનબી વિઝા હેઠળ ત્રણ વર્ષ સુધી વિઝા પરમિટ આપવામાં આવે છે. બાદમાં તેની સમય મર્યાદામાં છ વર્ષનો વધારો કરી શકાય છે.  આ વિઝાનો સૌથી વધારે ઉપયોગ ભારતીય નાગરિક કરી રહ્યા છે.

READ ALSO

Related posts

Agriculture : ભારતમાં શરૂ થઈ છે આ વિશેષ છોડની ખેતી, નથી પડતી ખાતરની જરૂર અને 25 દિવસમાં તૈયાર થઈ જાય છે પાક

Vishvesh Dave

તમારા કામનું / 1લી ઓગસ્ટથી લાગૂ થતા એ નિયમ વિશે જાણો, જેનાથી તમારી સેલરી, પેન્શન પર થશે સીધી અસર

Zainul Ansari

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!