GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાશે તો સમીકરણો બદલાશે, અહીથી લડી શકે છે ચૂંટણી

Alpesh Thakor Congress

ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા જો ભાજપમાં જોડાય તો ભાજપના સમીકરણો બદલાઈ શકે છે. અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાઈ અને અન્ય જગ્યાએથી ચૂંટણી લડે તેવી શકયતા છે. અલ્પેશ અને ધવલસિંહના રાજીનામાં બાદ કુલ ચાર બેઠકો ખાલી થઈ છે. અલ્પેશ ઠાકોર રાધાનપુરથી ચૂંટણી જીત્યા હતા. પણ હવે જો ભાજપમાં જોડાય તો ખેરાલુથી ચૂંટણી લડી શકે છે. જ્યારે કે રાધનપુરથી શંકર ચૌધરી અને ધવલસિંહને બાયડ અથવા થરાદથી ટિકિટ મળી શકે છે. આ તમામ બેઠકો ઠાકોર પ્રભુત્વવાળી છે.

અલ્પેશ ઠાકોરનો પાટણમાં વિરોધ

તો આ તરફ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પાટણમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ થયો હતો. પક્ષ સાથે ગદ્દારી કરનાર અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવ્યો હતો. પાટણના બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો. લોકોએ અલ્પેશ ઠાકોર હાય હાયના નારા લગાવ્યા હતા. તો કોંગ્રેસના કાર્યકરોએ અલ્પેશ ઠાકોરના પૂતળાનું દહન કર્યુ હતુ. મહત્વપૂર્ણ છે કે રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશે ક્રોસ વોટિંગ કર્યું હતું અને બાદમાં રાજીનામું આપી દીધુ હતું. રાજીનામાં આપ્યા બાદ અલ્પેશે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

READ ALSO

Related posts

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર મુકાયું આધુનિક મશીન, કોઈ વ્યક્તિનું ટેમ્પરેચર વધુ હશે તો વાગશે સાયરન

Nilesh Jethva

ચીન સપ્ટેમ્બરથી એલિયન્સની શોધ માટે આગળ વધશે, લેશે આ મોટા ટેલિસ્કોપની મદદ

Harshad Patel

સાઉદી અરબને લાગ્યો 20 વર્ષનો સૌથી મોટો ઝટકો, આ છે કારણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!