GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

સંભોગ બાદ જો સ્ત્રી આ પોઝીશનનો કરે ઉપયોગ તો સફળ રીત ગર્ભધારણ કરી શકે છે

પ્રશ્ન : મને છેલ્લાં છએક વર્ષથી રોજની દસેક સિગારેટ પીવાની આદત છે. હવે હું મારી આ આદત છોડવાનું વિચારી રહ્યો છું, પણ મારા મિત્રો કહે છે કે હું સિગારેટ પીવાનું છોડીશ એટલે મારા લોહીમાંથી નિકોટીનનું પ્રમાણ ઓછું થઈ જશે. આ સાચું છે? એને લીધે મને શારીરિક રીતે કે સેકસલાઈફમાં કોઈ અસર થઈ શકે ખરી? – એક યુવક (સુરત)

ઉત્તર : સિગારેટ છોડી દેવાથી લોહીમાં નિકોટિનનું પ્રમાણ ઓછું થઈ જશે  એ તમારી સેકસલાઈફ સુધારશે, બગાડશે નહીં. ધૂમ્રપાન કરવાથી અથવા તમાકુના સેવનથી શરીરમાં બે પ્રકારના ફેરફાર થાય છે. એક, નિકોટિનનું લેવલ વધે છે અને બીજું, લોહીની નળી જલદી વધુ સાંકડી થઈ જાય છે. લોહીમાં નિકોટિનનું પ્રમાણ વધતાં અને લોહીની નળીઓ સાંકળી થઈ જતાં લોહી ઓછું વહેશે અને ગુપ્તાંગોમાં ઓછું પહોંચશે. પરિણામે ઇન્દ્રિયમાં ઉત્તેજનાની ઊણપ વર્તાશે. આ એક સામાન્ય પ્રોબ્લેમ છે અને એને સમજવા માત્ર સામાન્ય બુદ્ધિની જરૂર છે. ટૂંકમાં, સિગારેટ પીવાથી કે તમાકુના સેવનથી લાંબા ગાળે ઇન્દ્રિયની ઉત્તેજનામાં ઊણપ આવવાની જ.

લોહીમાં નિકોટિનનું પ્રમાણ વધવાથી વ્યક્તિને શરીરમાં એન્ગ્ઝાયટીને લીધે કારણ વગરની ફિકર-ચિંતા થાય, દિલ ઘણી વાર વધારે ઝડપથી ધડકે, હાથ ધૂ્રજે, ગળું સુકાઈ જાય વગેરે ચિહ્નો દેખાય છે. ટૂંકમાં સિગારેટ પીવાથી કે તમાકુના સેવનથી શારીરિક કે બીજી માનસિક સમસ્યા સર્જાઈ શકે છે, જેથી વ્યક્તિની ઉત્તેજનામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે.

તમે સિગારેટ છોડાવાનું વિચારી રહ્યા છો એને અમલમાં મૂકશો તો તમારી જનરલ લાઈફ અને સેકસલાઈફ અત્યારે છે એના કરતાં ઘણી બહેતર થઈ જશે. સિગારેટ છોડી દીધા પછી જો તલપ વધારે લાગે તો એક ગ્લાસ પાણી પી લેવું. એનાથી તમારી તલમ ઓછી થઈ જશે. એક વસ્તુ ખાસ યાદ રાખશો. સ્મોકિંગ (સિગારેટ તમાકુ), શરાબ અને સ્ટ્રેસ (માનિસક તાણ આ ત્રણેય નાના એસ મોટા એસ એટલે સેક્સ માટે ખતરનાક છે.

 
GSTV
Public group · 4,747 members
Join Group
 

પ્રશ્ન : મારી ઉંમર ૨૩ વર્ષની છે. મને ચામડીનો રોગ છે. મારી ઇન્દ્રિયની આજુબાજુ સાથળમાં દાદર-ખૂજલી થાય છે. મેં ઘણી દવા કરી, પરંતુ કોઈ અસર નથી થતી. કેન્ડિડ, કેન્ડિડ-બી જેવા મલમ પણ વાપર્યા છે. જ્યાં સુધી દવા ચાલુ રાખું છું ત્યાં સુધી સારું રહે છે, પણ પછી ખૂજલી ફરી શરૂ થઈ જાય છે. મારે શું કરવું જોઈએ. – એક યુવક  (મુંબઈ)

ઉત્તર : મુંબઈની આજુબાજુ દરિયો નજીક હોવાથી હવામાં ભેજ વધારે હોય છે. આખો દિવસ  જીન્સ જેવાં કપડાં પહેર્યાં હોવાથી સાથળની આજુબાજુના ભાગમાં પસીનો થઈને ચામડી પર દાદર જેવો રોગ થવાની શક્યતા વધારે રહે છે. એને લીધે દુર્ગંધ અને ખંજવાળ આવે છે. આ એક સાવ સામાન્ય વસ્તુ છે.

તમે જે દવા વાપરો છો એ બરાબર છે. મારી તમને સલાહ છે કે સ્નાન કર્યા પછી પહેલાં સુંવાળા રૂમાલથી થપથપાવીને (ઘસીને નહીં) તમારા સાથળની બન્ને બાજુની ચામડી અને અંડકોશની નીચેના ભાગમાંની ભીનાશ દૂર કરો. પછી ડોક્ટરે આપેલો મલમ લગાવીને ટેલ્કમ પાઉડર કે એન્ટિ-ફન્ગલ પાઉડર છાંટીને પાંચ-સાત મિનિટ નિર્વસ્ત્ર પંખા નીચે સૂઈ રહ્યો. ત્યાર બાદ કોટનની અન્ડરવેઇર પહેરો. જો તમને કોટન ન ફાવે તો ઓફિસેથી રાત્રે ઘરે આવીને પછી ઉપરની ક્રિયા ફરી કરીને અન્ડરવેઅર, લુંગી કે કોટનનો પાયજામો પહેરીને સૂઈ જાઓ. આ બધું કર્યા પછી પણ જો સારું ન થાય તો તમને ડાયાબિટીઝ છે કે નહીં એ ચેક કરાવી લેવું અને કોઈ સારા સ્કિન-સ્પેશ્યલિસ્ટની સલાહ લેવી. 

પ્રશ્ન : મારી જાણ કારી મુજબ પિરિયડ્સના એક અઠવાડિયા પહેલાંનો અને એક અઠવાડિયા પછીનો સમયગાળો સમાગમ કરવા માટે સલામત ગણાય છે.  શું આ સમયગાળો ૧૦૦ ટકા સલામ છે? આ ગાળામાં ગર્ભ રહેવાની કોઈ શક્યા ખરી?- એક યુવતી (બીલીમોરા)

ઉત્તર : માસિકપાળી આવવાના એક અઠવાડિયા પહેલાં અને એક અઠવાડિયા પછીના સમયગાળામાં સમાગમ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા ઓછી હોય છે, પણ નથી હોતી એવું નથી. માસિકપાળીના પહેલા જ દિવસે સમાગમ  કર્યો હોય તોય ગર્ભ રહ્યો હોવાના કિસ્સાઓ મોજૂદ છે. એટલે તમે જ્યારે પણ ગર્લફ્રેન્ડ સાથે સમાગમ કરો ત્યારે ૧૦૦ ટકા સુરક્ષિતતા ઇચ્છતા હો તો કોન્ડોમ (નિરોધ) પહેરીને જ સમાગમ કરવો હિતાવહ રહેશે.

પ્રશ્ન : હું ૨૩ વર્ષનો કુંવારો યુવક છું. થોડા સમયમાં મારાં લગ્ન થવાનાં છે.  સ્ત્રીઓ માટે ગર્ભાધાનનો ઉત્તમ સમય કયો? – એક યુવક (પાટણ)

ઉત્તર : ગર્ભાધાન માટે કોઈ ખાસ નિયત દિવસ નથી હોતા કે ક્યારે સંભોગ કરો તો સ્ત્રી પ્રેગ્નન્ટ થાય. એવું કહેવામાં આવે છે કે જ્યારે ઓવરીમાંથી સ્ત્રીબીજ બહાર આવે ત્યાર પછી જો ૪૮ કલાકમાં એ બીજ શુક્રજંતુને મળે તો ગર્ભ રહેવાની શક્યતા વધુ રહે છે. સામાન્ય રીતે આ સ્ત્રીબીજ માસિક આવવાના પહેલા કે છેલ્લા અઠવાડિયામાં નીકળવાના ચાન્સ ઓછી હોય છે. વચલાં બે અઠવાડિયાં ગર્ભાધાન માટે વધુ સારાં. સંભોગ કર્યા પછી જો સ્ત્રી પોતાના પગ છાતીસરસા ચાંપીને અડધો કલાક પડી રહે તો વાત્સાયનના કહેવા મુજબ આ ઉત્ફુલ્લક આસનથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. 

પ્રશ્ન: હું ૨૦ વર્ષની પરિણીત યુવતી છું. મને ફક્ત બીજી સ્ત્રીઓ પ્રત્યે જાતીય આકર્ષણ થાય છે. એનું કારણ શું? મારી જન્મકુંડળીનો જોડામેળ પણ જોવડાવવામાં આવ્યો હતો અને અમારા ગુણાંક (દોકડા) સરેરાશ કરતાં વધારે હતા.- એક યુવતી (જામનગર)

ઉત્તર : આ બાબતમાં આવી સ્ત્રીઓની આદતોથી માંડીને તેમનો વિકાસ, તેઓ કયા વાતાવરણમાં રહે છે, માબપાનું વર્તન અને છેલ્લે આનુવંશિકતાના સિધ્ધાંત સહિત ઘણાબધા સિધ્ધાંતોના આધારે જન્મકુંડળીનો અભ્યાસ કરવામાં આવે છે. છઠ્ઠી સદીના જાણીતા જ્યોતિષી તથા ખગોળશાસ્ત્રી વરાહમિહિરે તેમના સૌથી લોકપ્રિય ગ્રંથ ‘બૃહદજાતક’ (અધ્યાય ૨૪, શ્લોક નં. ૭)માં લખ્યું છે કે જો સ્ત્રીની જન્મકુંડળીમાં શુક્ર અને શનિ બરાબર સામસામે (એકબીજા પર દ્રષ્ટિ કરતા) હોય અથવા એકબીજાના નવમાંશમાં રહેલા હોય તો તે સ્ત્રી વધુ પડતી કામવાસના ધરાવતી થશે અને બીજી સ્ત્રીઓની મદદથી વિજાતીય વ્યક્તિની ભૂમિકા ભજવીને તેની કામવાસના પ્રગટ કરશે. વરાહમિહિરે આ નિયમનો ઉલ્લેખ સમલૈંગિક આકર્ષણ અનુભવતી સ્ત્રીઓ વિશે કર્યો હોવા છતાં તેમના ગ્રંથના સમીક્ષક રુદ્રભટ્ટ જણાવે છે કે આ નિયમ સમલૈંગિક આકર્ષણ અનુભવતા પુુરુષોને પણ લાગુ પડી શકે છે. 

Read Also

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!