GSTV

હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : સરકાર સામેની રેલીમાં સરકારી કર્મચારી જાય તો તેને સસ્પેન્ડ ન કરી શકાય

Last Updated on January 12, 2020 by Mayur

આઠમીએ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી કર્મચારીઓ પણ જોડાયા હતા. જોકે કેન્દ્ર સરકારે આવા બંધની રેલીઓ અને પ્રદર્શનમાં ન જોડાવાની કર્મચારીઓને ચીમકી આપી હતી. આ સ્થિતિ વચ્ચે ત્રિપુરાની હાઇકોર્ટે સરકારી કર્મચારીઓની તરફેણમાં એક ચુકાદો આપ્યો છે અને પોતાના અવલોકનમાં કહ્યું છે કે સરકારી કર્મચારીઓ પણ કોઇ રેલી, ધરણા પ્રદર્શનમાં જઇ શકે છે અને આ તેનો અધિકાર છે.

એક કર્મચારીને કરી દીધો હતો સસ્પેન્ડ

ત્રિપુરમાં એક સરકારી કર્મચારી ડાબેરી પક્ષની એક રેલીમાં ગયા હતા. જેને પગલે સરકારે તેને સસ્પેન્ડ કરી દીધા હતા. બાદમાં આ સરકારી કર્મચારીએ સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો જ્યાં તેમની જીત થઇ હતી. હાઇકોર્ટે આ કર્મચારીની અરજીને માન્ય રાખીને સરકારને આદેશ આપ્યો હતો કે તેઓને સસ્પેન્ડ ન કરે અને કામ પર પરત લે.

સરકારી કર્મચારીને જવાનો અધિકાર છે

સાથે જ હાઇકોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું હતું કે કોઇ રાજકીય રેલી હોય, કોઇ રાજકીય પક્ષની રેલી હોય, કર્મચારીઓની રેલી હોય, સરકાર વિરોધી જ રેલી કેમ ન હોય તેમાં કોઇ પણ સરકારી કર્મચારીને જવાનો અધિકાર છે અને તેને સરકાર છીનવી ન શકે. અને જો કોઇ સરકારી કર્મચારી આવી કોઇ પણ રેલી કે ધરણા પ્રદર્શનમાં જાય તો તેની વિરૂદ્ધ સરકાર કોઇ જ પગલા નહીં લઇ શકે. આ સાથે જ હાઇકોર્ટે એમ પણ કહ્યું હતું કે કોઇ સરકારી અધિકારી, કર્મચારીને પણ સરકાર કે તેની નીતિઓ અથવા કોઇ પણ મુદ્દે પોતાની વાત રાખવાનો, તે અંગે સોશિયલ મીડિયા પર લખવાનો અધિકાર છે.

હવે કર્મચારી રેલી ધરણામાં જઈ શકશે

આ અંગે બાદમાં અરજદાર લિપિકા પૌલના વકીલ પુરૂષોત્તમ રોય બરમાને કહ્યું હતું કે અમે હાઇકોર્ટના આ આદેશનું સ્વાગત કરીએ છીએ. આ આદેશથી અનેક એવા સરકારી કર્મચારીઓને પણ રાહત મળી છે કે જેઓ સરકાર સામેની કોઇ રેલીમાં જતા ડરતા હોય છે કે તેને ક્યાંક સસ્પેન્ડ ન કરી દેવામાં આવે. જોકે હવે હાઇકોર્ટે સ્પષ્ટતા કરી દીધી છે કે કોઇ પણ સરકારી કર્મચારી રેલી, ધરણામાં જઇ શકે છે.

મહેનતાણું ચુકવવામાં આવે

સાથે જ હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે તાત્કાલીક આ કર્મચારીને પરત તેના પદ પર લેવામાં આવે અને 2017માં જે તારીખે સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારથી અત્યાર સુધીનું તેનું મહેનતાણુ ચુકવામાં આવે. આ આદેશ બાદ એવા અનેક સરકારી કર્મચારીઓને રાહત મળી છે કે જેઓ સરકાર સામેની રેલીમાં જતા હોવાથી તેની સામે કાર્યવાહી કરાય છે.

READ ALSO

Related posts

IAS Success Story: સ્માર્ટ સ્ટડી અને ભારે મહેનતના પ્રતાપે પ્રેરણા સિંહ બની UPSC ટોપર, તેમની પાસેથી જ જાણો સક્સેસ ટિપ્સ

Pritesh Mehta

ધારદાર સવાલ : ગૌતમ અદાણીના પોર્ટ પર આખરે કેવી રીતે પહોંચ્યું 9 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ? અફઘાનિસ્તાનથી થયું હતું ઈમ્પોર્ટ

pratik shah

ફટકો / પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની આશા ન રાખતા, આટલા રૂપિયા સુધીનો થઇ શકે છે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!