દેવભૂમિ દ્વારકામાં ખેડૂતે પોતાની મગફળી પાસ કરાવવી હશે તો આટલા રૂપિયા આપવા પડી શકે છે

દેવભૂમિ દ્વારકાના માર્કેટયાર્ડમાંથી બે કર્મચારીઓને ત્રણ હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા. ટેકાના ભાવે વેચાતી મગફળીની ગુણવત્તા તપાસવાનું કામ અધિકારીઓને સોંપવામાં આવ્યું હતું. પરંતુ ભ્રષ્ટ કર્મચારીઓ ખેડૂતોને મગફળીની ગુણવત્તા અંગે ત્રણ હજાર રૂપિયાની માંગ કરી હતી. જે અંગે ખેડૂતે એસીબીને ફરિયાદ કરતાં એસીબીના અધિકારીઓએ છટકુ ગોઠવ્યુ હતું. અને બંન્ને ભ્રષ્ટ કર્મચારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા..બંને અધિકારીઓની નાફેડ દ્વારા નિમણૂક કરવામાં આવી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter