GSTV
Home » News » ધોનીને સેનામાં સોંપાયુ આ કામ, સાથે આ જવાબદારી પણ નિભાવશે

ધોનીને સેનામાં સોંપાયુ આ કામ, સાથે આ જવાબદારી પણ નિભાવશે

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર સેનાની વરદીમાં નજરે આવશે. તે 31 જુલાઇએ 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પેરા) જોઇન કરશે. ધોનીએ પહેલાં જ સ્પષ્ટતા કરી હતી કે તે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ટીમ ઇન્ડિયા સાથે નહી રહે અને તે દરમિયાન તે સેનામાં સેવા આપશે.

લેફ્ટિનેંટ કર્નલ (માનદ ઉપાધિ) ધોની વિશે તેવી જાણકારી મળી રહી છે કે તે પેરા રેજિમેંટનો હિસ્સો હશે. તે 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પેરા) સાથે 31 જુલાઇથી 15 ઓગસ્ટ સુધી રહેશે. આ યુનિટ કાશ્મીરમાં છે અને વિક્ટર ફોર્સનો હિસ્સો છે.

ધોનીના ભાગે પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટની ડ્યૂટી રહેશે. તે જવાનો સાથે જ રહેશે. જણાવી દઇએ કે ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જશે. આ દરમિયાન ધોનીના સ્થાને યુવા ઋષભ પંત વિકેટકિપિંગની જવાબદારી સંભાળશે.

મહત્વનું છે કે ધોનીને ભારતીય સેનામાં ટેરિટોરિયલ આર્મીની ટ્રેનિંગની પરવાનગી મળી ગઇ છે. આર્મી ચીફ બિપિન રાવતે ધોનીને તેની પરવાનગી આપી છે. હવે તે પેરાશૂટ રેજિમેંટમાં બં મહિનાની ટ્રેનિંગ લેશે. આ ટ્રેનિંગ કાશ્મીરમાં થઇ શકે છે પરંતુ ધોનીને કોઇપણ ઓપરેશનનો હિસ્સો બનાવવામાં નહી આવે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને આગામી વેસ્ટઇન્ડીઝ પ્રવાસ માટે પોતાને અનઉપલબ્ધ ગણાવીને બે મહિનાનો બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. ભારતના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના સંન્યાસ અને વેસ્ટઇન્ડીઝ પ્રવાસ પર ન જવાની તમામ અટકળો પર વિરામ લગાવી દીધો છે. 38 વર્ષીય ધોનીએ બીસીસીઆઇને સૂચિત કર્યુ છે કે તે હાલ બે મહિના કોઇપણ પ્રકારની ક્રિકેટ માટે ઉપલબ્ધ નથી. ધોની આગામી 2 મહિના માટે પેરામિલિટરી રેજીમેન્ટમાં સામેલ થઇ રહ્યા છે.

તેનાથી તે સ્પષ્ટ થાય છે કે ધોની ટીમ ઇન્ડિયા સાથે વેસ્ટઇન્ડીઝના પ્રવાસે નહી જાય. જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયા ત્રણ ઓગસ્ટથી વેસ્ટઇન્ડીઝ પ્રવાસ શરૂ કરશે. ભારત આ દરમિયાન ત્રણ ટી-20 ઇન્ટરનેશનલ, ત્રણ વન ડે અને બે ટેસ્ટ મેચ રમશે.

Read Also

Related posts

નદીના ધસમસતા પ્રવાહમાં મોત સામે લડી રહ્યો હતો વ્યક્તિ, ડ્રોન કેમેરાએ આપ્યું જીવનદાન

Nilesh Jethva

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

નવા ટ્રાફિક નિયમનો લખતરમાં વિરોધ, બંધનું કરાયું એલાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!