જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં 14 ફેબ્રુઆરી, 2019ના રોજ કાર દ્વારા CRPFના કાફલા પર થયેલા હુમલા પછી હવે સેનાએ આ જ રીતે હુમલો કરવાના એક ષડયંત્રને નિષ્ફળ કર્યું છે. પુલવામાના રાજપોરા વિસ્તારમાં આઇનગુંડ વિસ્તારમાં એક સેન્ટ્રો કારમાં IED લઈ જતી સેન્ટ્રો કારને પકડી પાડી હતી. આ કાર પર કઠુઆનો નંબર લખ્યો હતોત. કારમાં એટલા મોટા પાયે વિસ્ફોટક સામગ્રી હતી કે સૈન્ય દળોને એને ઉડાવવાની ફરજ પડી હતી. આ બાબતે પીએમ મોદી અને દોવાલ પણ એક્ટિવ થયા છે. પુલવામા હુમલામાં ભારતને ભારે નુક્સાન થયું હતું. આ પેટર્નથી દેશમાં હુમલો કરવાનું આતંકવાદીઓનું કારસ્તાન હતું.
A major incident of a vehicle borne #IED blast is averted by the timely input and action by #Pulwama Police, CRPF and Army. IGP Kashmir @JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) May 28, 2020

કાર પર કઠુઆની નંબર પ્લેટ
પ્રાપ્ત જાણકારી મુજબ, આ સેન્ટ્રો કારને સૈન્ય દળોના કોઈ કાફલા પર હુમલો કરવા માટે લાવવામાં આવી હતી. તેઓ ગયા વર્ષે પુલવામામાં જે રીતે હુમલો થયો હતો એ રીતે હુમલો કરવાનું નાપાક ષડયંત્ર પાર પાડવા ઇચ્છતાં હતાં. આ કાર પર જેકે-08 1426 નંબરની પ્લેટ હતી, જે કઠુઆનો નંબર છે. જમ્મુમાં કઠુઆ વિસ્તાર સરહદી વિસ્તાર છે. અહીં હીરાનગર વિસ્તારને પાકિસ્તાનમાંથી આતંકવાદીઓની ઘૂસણખોરીની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણવામાં આવે છે. સૈન્ય દળોને એની પાછળ પાકિસ્તાનનું ષડયંત્ર હોવાની શંકા છે.
#WATCH J&K: In-situ explosion of the vehicle, which was carrying IED, by Police in Pulwama.
— ANI (@ANI) May 28, 2020
Major incident of vehicle-borne IED explosion was averted by Police, CRPF & Army after Pulwama Police got credible info last night that a terrorist was moving with an explosive-laden car pic.twitter.com/UnUHSYB07C

પુલવામા હુમલામાં પણ આવી કારનો જ ઉપયોગ
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં 14 ફેબ્રુઆરી, 2019ના રોજ CRPFના કાફલા પર મોટો હુમલો થયો હતો. પુલવામાના અવંતિપોરામાં થયેલા હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ IED ભરેલી આવી જ એક કારનો ઉપયોગ કર્યો હતો, જેને સીઆરપીએફના જવાનોને લઈ જતી બસ સાથે અથડાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
READ ALSO
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો