GSTV

કાશ્મીર/ મોટા આતંકી હુમલાની ફિરાકમાં હતા આતંકવાદીઓ, પોલીસે આ રીતે નાકામ બનાવ્યું કાવતરું

આતંકી

Last Updated on February 22, 2021 by Mansi Patel

કાશ્મીરના નૌગામમાં રેલવે ક્રોસિંગ પાસે આઈઇડી મળી છે. રાષ્ટ્રીય રાજમાર્ગ પર વાહનવ્યહાર રોકવામાં આવ્યો છે. સાથે જ ભારી સંખ્યામાં સુરક્ષાબળોની તેનાતી કરવામાં આવી છે.આઈઈડીને નિષ્ક્રિય કરવા માટે નિરોધક ટુકડીની મદદ લેવામાં આવી રહી છે.એક અધિકારીએ જણાવ્યું કે શ્રી નગરના પંથા ચોક-નૌગામ માર્ગ પર સોમવારે વિસ્ફોટક મળ્યા પછી વાહનવ્યવહાર રોકવામાં આવ્યા છે. આ વિસ્ફોટક એ સમયે મળ્યો જયારે ટ્રેન લાંબા સમય પછી કાશ્મીરમાં શરુ થવા જઈ રહી છે.

ચોક-નૌગામ રોડ પર પરિવહન રોકી દેવાયુ

અધિકારીએ જણાવ્યું કે CRPFના ROP અને પોલીસે નૌગામ રેલવે સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે એક શંકાસ્પદ વસ્તુ જોઇ. જેની તપાસ માટે સ્ક્વોડને બોલાવવામાં આવી. તેમણે જણાવ્યું કે લોકો અને યાત્રીઓની સુરક્ષા માટે પંથા ચોક-નૌગામ રોડ પર પરિવહન રોકી દીધું હતું.

તાજેતરમાં જ કાશ્મીર ઝોનના આઇજીના આતંકીઓના ષડયંત્ર વિશે જાણકારી આપી હતી. આઇજીએ જણાવ્યું કે આતંકીઓએ રણનીતિ બદલી નાંખી છે. હવે આઇઇડીનો વધુ ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આ બદલાયેલી રણનીતિ સાથે પોલીસ તૈયાર છે.

Read Also

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!