GSTV

ખુશખબર / આ બેંકના કર્મચારીઓને થશે મોટો લાભ, Home Loan થી લઇને તમામ લોન કરાશે માફ

Last Updated on June 13, 2021 by Dhruv Brahmbhatt

IDFC FIRST Bank એ પોતાના કર્મચારીઓ માટે કોરોનાથી રાહત મેળવવા માટે અનેક મહત્વની જાહેરાત કરી છે. બેંક દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, જો કોઇ કર્મચારીનું કોરોનાથી મોત થઇ જાય છે તો તેને પરિવારને કમ્પેનસેશનના રૂપમાં એન્યુઅલ CTC ના ચાર ગણા મળશે. આ સિવાય આગામી બે વર્ષો સુધી પરિવારને પૂરી સેલરી મળતી રહેશે.

IDFC Bank

આ જાણકારી આપતા બેંકના મેનેજિંગ ડાયરેક્ટર વી વૈદ્યનાથનએ જણાવ્યું કે, ‘વધારે કર્મચારીઓ જવાન છે. જેથી જો કોઇનું મોત થઇ જાય તો કોઇ પણ પરિવાર ભારે આઘાતમાં ચાલ્યો જાય છે. એવામાં તેમની મદદ માટે અમે કેટલાંક મહત્વના નિર્ણયો લીધાં છે. બેંકએ આ સિવાય પોતાના એમ્પ્લોયની હોમ લોન, કાર લોન, પર્સનલ લોન, બાઇક લોન, એજ્યુકેશન લોન સહિત દરેક પ્રકારની લોન માફ કરવાનો નિર્ણય લીધો છે. વૈદ્યનાથનએ જણાવ્યું કે, ‘લોન માફ કરી દેવાથી તેમના પરિવાર પરનો બોજો ઘટી જશે. એમ્પ્લોયર તરીકે અમે તેમની મદદ કરવા ઇચ્છીએ છીએ.’

આ પ્રકારની લોન સંપૂર્ણ રીતે માફ કરી દેવામાં આવશે

બેંકએ આ નિર્ણય હવે લીધો છે. એવામાં હવે તે એ જાણવાની કોશિશ કરી રહ્યાં છે કે, કેટલાં કર્મચારીઓ કોરોના કાળમાં આવી સમસ્યાથી પ્રભાવિત થયા છે, જેનાથી તેઓને સારો લાભ મળી શકે. બેંકના મેનેજિંગ ડાયરેક્ટરએ જણાવ્યું કે, જો કોઇ કર્મચારીઓ બેંક દ્વારા લોન લીધી છે તો તેની તમામ લોન માફ કરી દેવામાં આવશે. હોમ લોન 25 લાખ સુધીની માફ કરવામાં આવશે. તેની ડેડલાઇન 30 જૂન 2021 રાખવામાં આવી છે.

IDFC first Bank

હોમ લોન 25 લાખ સુધીની માફ થઇ જશે

હોમ લોન કેવી રીતે માફ થશે તેને ઉદાહરણ સાથે સમજીશું. તો માની લો “A” IDFC FIRST બેંકમાં કામ કરે છે અને તેને 30 લાખની હોમ લોન લીધી છે. એવામાં તેની 25 લાખની લોન માફ થઇ જશે અને તેના પરિવારને માત્ર 5 લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે. હોમ લોન લેનારા કર્મચારીઓને EMI માં કપાતનો પણ પ્રસ્તાવ આપવામાં આવશે. કર્મચારીનું મોત થઇ જવા પર તેના પરિવારવાળા ઓછી EMI આગામી બે વર્ષો સુધી મળનારી સેલરીની ચૂકવણી કરી શકશે.

જીવનસાથીને 2 લાખ રૂપિયા સ્કીલ શીખવા માટે મળશે

વી વૈદ્યનાથનએ જણાવ્યું કે, કોરોના કાળમાં બેંકના અંદાજે 20 કર્મચારીઓના મોત થયા છે. અમે તેમના પરિવાર સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યાં છીએ અને તેઓને મળનારા ફાયદા વિશે ચેતવી રહ્યાં છીએ. જો કોઇ કર્મચારીના જીવનસાથી નોકરી કરવા ઇચ્છે છે તો અમે તેને નોકરી પણ આપીશું. જો તેઓ અમારી બેંક સાથે કામ કરવા માટે તેઓ યોગ્ય નથી તો 2 લાખ રૂપિયા ખુદને સ્કિલ કરવા માટે અલગથી આપવામાં આવશે.

money

ગ્રેજ્યુએશન સુધી બાળકોના અભ્યાસ માટે દર મહીને રૂપિયા 10 હજાર અપાશે

બેંકના મેનેજિંગ ડાયરેક્ટરએ જણાવ્યું કે, ‘કમ્પેનસેશનનો ફાયદો ત્યાં સુધી મળતો રહેશે જ્યાં સુધી આ મહામારી રહેશે. આ સિવાય બેંકએ ‘Employee Covid Care Scheme 2021’ ની પણ જાહેરાત કરી છે. કર્મચારીના મોત પર 30 હજાર રૂપિયા ફ્યુનરલ ખર્ચના રૂપમાં આપવામાં આવશે. 2 બાળકોની ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ માટે દર મહીને રૂપિયા 10 હજાર આપવામાં આવશે. જો તેનો પરિવાર રી-લોકેટ કરવા ઇચ્છો છો તો તેની માટે 50 હજાર અલગથી મળશે. આ સિવાય કર્મચારીએ જેટલાં દિવસ માટે કામ કર્યું તેટલાં દિવસનું બોનસ પણ મળશે.

પોતાના ગ્રાહકો માટે ઉઠાવ્યું મહત્વનું પગલું

આ સિવાય પોતાની ઓછી આવકવાળા ગ્રાહકો માટે બેંકએ એમ્પ્લોઇ ફંડેડ પ્રોગ્રામ ‘ઘર ઘર રાશન (Ghar Ghar Ration) પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેની આજીવિકા કોવિડ-19 મહામારીથી પ્રભાવિત થઇ છે. આ પ્રોગ્રામ અંતર્ગત 50 હજારથી ઓછી ઇન્કમવાળા ગ્રાહકોને રાશન કિટની સપ્લાય કરવામાં આવશે, જેની આજીવિકા કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત થઇ છે.

ઘર-ઘર રાશન પ્રોગ્રામની વિશેષતા

  • આ પ્રોગ્રામ હેઠળ 50,000થી ઓછી ઇનકમવાળા ગ્રાહકોને રાશન કિટની સપ્લાય કરવામાં આવશે.
  • રાશન કિટમાં એક મહિનાનું રાશન હશે. તેમાં 10 કિલો ચોખા/લોટ, 2 કિલો દાળ, 1 કિલો ખાંડ અને નમક, 1 કિલો તેલ, મસાલાના 5 પેકેટ, ચાય અને બિસ્કિટ અને અન્ય જરૂરી વસ્તુ સામેલ છે.
  • રૂરલ વિસ્તારમાં રાશન કિટ બેંક કર્મચારીઓ દ્વારા વિતરીત કરવામાં આવે છે. અર્બન એરિયામાં કર્મચારી પ્રભાવિત ગ્રાહકોને 1,800 રૂપિયાનુ પ્રી-પેડ કાર્ડ્સ ઉપલબ્ધ કરાવી રહ્યા છે, જેનો ઉપયોગ જરૂરી વસ્તુની ખરીદીમાં કરી શકાય છે.
  • પાયલોટ પ્રોગ્રામ હેઠળ કર્મચારી પહેલા જ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણામાં 1000 રાશન કિટ સફળતાપૂર્વક વિતરિત કરાઇ ચુકી છે.
  • બેંકના કર્મચારીઓએ આ ઉદ્દેશ માટે એક દિવસથી લઇ એક મહિનાની સેલરી ડોનેટ કરી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

CAના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ટેક્સના નવા માળખાને લઈને અભ્યાસક્રમમાં થશે ફેરફાર, રાજકોટમાં યોજાઈ રહી છે કોન્ફરન્સ

Pravin Makwana

વોટ્સએપના સીઈઓનો દાવો, પેગાસસથી ૨૦૧૯માં સરકારી અધિકારીઓ સહિત ૧,૪૦૦ યુઝર્સને નિશાન બનાવાયા હતા

Damini Patel

મહત્વના સમાચાર: ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર, 1.17 લાખથી વધારે વિદ્યાર્થી આપશે પરીક્ષા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!