GSTV

આ બેંક આપી રહી છે લાઇફટાઇમ free credit card, ઓછું વ્યાજ-મૂવી ડિસ્કાઉન્ટ સહિત થશે અનેક ફાયદા

આજ કાલ ક્રેડિટ કાર્ડ (Credit Card) રાખવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. અંદાજે દરેક બેંક પોતાના કસ્ટમર્સને ક્રેડિટ કાર્ડની સુવિધા આપતી હોય છે. ક્રેડિટ કાર્ડનો એ ફાયદો છે કે જો આપની પાસે કેશ નથી અને એકાઉન્ટમાં જરૂરિયાત અનુસાર, પૈસા આપની પાસે નથી તેમ છતાં આપ ખરીદી કરી શકો છો. ક્રેડિટ કાર્ડના આધારે આપ ખરીદી કરીને તમારે તુરંત પેમેન્ટ નથી કરવાનું હોતું. આપ તે પેમેન્ટ એક ચોક્કસ સમય બાદ પણ કરી શકો છો. પરંતુ જો તમે ખરીદી કરીને યોગ્ય સમય પર પેમેન્ટ નથી કર્યું તો તમારે પેનલ્ટી પણ ભરવી પડે છે. ક્રેડિટ કાર્ડ માટે તમામ બેંક અલગથી ચાર્જ વસૂલે છે. ક્રેડિટ કાર્ડની સુવિધા મફતમાં નથી મળતી. પરંતુ પ્રાઇવેટ સેક્ટરની IDFC First Bank પોતાના કસ્ટમર્સને લાઇફટાઇમ ક્રેડિટ કાર્ડ ફ્રીમાં આપી રહી છે. આ સિવાય, ક્રેડિટ કાર્ડ પર અનેક પ્રકારની સુવિધાઓ પણ આપી રહી છે. ત્યારે અહીં જાણીશું બેંકની આ ખાસ ઓફર વિશે….

આઇડીએફસી ફર્સ્ટ બેંકએ તાજેતરમાં જ 4 પ્રકારના ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા છે. આ ચારેય ક્રેડિટ કાર્ડ અલગ-અલગ સેગમેન્ટના કસ્ટમર્સને ટાર્ગેટ કરીને શરૂ કરવામાં આવ્યાં છે.

ગ્રાહકોને 48 દિવસો માટે ઇન્ટરેસ્ટ ફ્રી કેશ એડવાન્સની સુવિધા

ક્રેડિટ કાર્ડની આ ઓફરમાં આઇડીએફસી ફર્સ્ટ બેંક ગ્રાહકોને 48 દિવસો માટે ઇન્ટરેસ્ટ ફ્રી કેશ એડવાન્સની સુવિધા આપી રહી છે. આ સિવાય, બેંક સેવિંગ એકાઉન્ટ પર પણ વાર્ષિક 7 ટકાના દરે વ્યાજ આપી રહી છે. તમને જણાવી દઇએ કે, સેવિંગ એકાઉન્ટ પર કોઇ પણ બેંક આટલું વધારે વ્યાજ નથી આપી રહી.

આઇડીએફસી ફર્સ્ટ બેંકના આ ચારેય ક્રેડિટ કાર્ડ પર ઇન્ટરેસ્ટ રેટ 9 ટકાથી લઇને 36 ટકા સુધી છે. સાથે જો ગ્રાહક કેશ નીકાળ્યા બાદ સમય પર તેને જમા કરી દે છે તો કેશ વિડ્રોલ પર તેને કોઇ જ ઇન્ટરેસ્ટ નહીં આપવું પડે.

કોઇ પણ જાતની મેમ્બરશિપ ફી વગર લાઇફટાઇમ ચારેય ક્રેડિટ કાર્ડ ફ્રી

આઇડીએફસી ફર્સ્ટ બેંકના આ ચારેય ક્રેડિટ કાર્ડ જિંદગીભર માટે ફ્રી રહેશે. આનો અર્થ એ થયો કે, એ માટે કોઇ પણ જાતની મેમ્બરશિપ ફી અથવા વાર્ષિક ફી નહીં આપવી પડે. આ ક્રેડિટ કાર્ડ્સથી જો ગ્રાહક 20 હજાર રૂપિયાથી વધારે રકમની ખરીદી કરે છે તો તેને બીજી કોઇ પણ બેંક દ્વારા આપવામાં આવી રહેલ રિવોર્ડ પોઇન્ટની તુલનામાં વધારે રિવોર્ડ પોઇન્ટ આપવામાં આવશે.

આઇડીએફસી ફર્સ્ટ બેંકએ જે ચાર ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા

આઇડીએફસી ફર્સ્ટ બેંકએ જે ચાર ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા છે તેમાં First મિલેનિયા ક્રેડિટ કાર્ડ, First ક્લાસિક ક્રેડિટ કાર્ડ, First સિલેક્ટ ક્રેડિટ કાર્ડ અને First વેલ્થ ક્રેડિટ કાર્ડ છે. બેંકનું કહેવું છે કે, આ ક્રેડિટ કાર્ડ માત્ર વર્તમાન ગ્રાહકો માટે જ લોન્ચ કરવામાં આવેલ છે.

FIRST Select ક્રેડિટ કાર્ડ રાખનારા ગ્રાહકોને મૂવી ટિકિટ પર દર મહીને 250નું ડિસ્કાઉન્ટ

આઇડીએફસી ફર્સ્ટ બેંકના FIRST Select ક્રેડિટ કાર્ડ રાખનારા ગ્રાહકોને મૂવી ટિકિટ ખરીદવા પર મહીનામાં 2 વાર 250 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય, તેઓને દર ત્રીજા મહીને ડોમેસ્ટિક એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર 4 પ્રશંસાપત્ર લાઉન્જ મળશે.

READ ALSO :

Related posts

સલાહ/ આકર્ષક ફિગર જોઈએ તો કરીના કપૂરના આ વેટ લોસ સીક્રેટને કરો ટ્રાય, ઝીરો ફિગરના માલિક બની જશો

Pritesh Mehta

બાલાકોટ એરસ્ટ્રાઈક : આજના દિવસે બે વર્ષ પહેલાં ભારતે પુલવામા હુમલાનો લીધો હતો બદલો, 1,000 કિલોના વરસાવ્યા હતા બોમ્બ

Karan

સ્ટડિ/ રિસર્ચમાં સ્વાસ્થ્ય અંગે થયો ચોંકાવનારો ખુલાસો, વહેલા સુવાથી વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!