GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

Ideaના રૂ.398ના પેક પર મળશે રૂ.3300નું કેશબેક

ટેલિકોમ કંપનીઓ વચ્ચેની જંગ હજુ પણ યથાવત છે. ઓછા દરનો ટેરિફ પ્લાન્સ લાવ્યા બાદ હવે ટેલિકોમ કંપનીઓ કેશબેક ઓફર લઇને આવી રહી છે. જિયો બાદ હવે આઇડિયા પણ ધમાકેદાર કેશબેક ઓફર લઇને આવ્યું છે. કંપની પોતાના ગ્રાહકો માટે મેજિક કેશબેક ઓફર લઇને આવી છે. આ માટે ગ્રાહકોએ ઓનલાઇન અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા રિચાર્જ કરાવવાનું રહેશે. આ ઓફરમાં રૂ.398 કે તેથી વધુનું રિચાર્જ કરાવવા પર તમને રૂ.3300 સુધીનો લાભ મળશે. આઇડિયા યુઝરને આ રકમ કેશબેક તરીકે મળશે.

આ ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકોએ ઓછામાં ઓછું રૂ.398નું રિચાર્જ કરાવવું પડશે અને તેમાં તેમને 400 રૂપિયાનું કેશબેક મળશે. આ ડિસ્કાઉન્ટ વાઉચરનો તમે એક વર્ષ દરમિયાન 300રૂ. કે તેથી વધુનું રિચાર્જ કરાવવા માટે કરી શકો છો. આ ઉપરાંત આઇડિયા પોતાના ગ્રાહકોને 2700 રૂપિયાની શોપિંગ કૂપન પણ આપશે જેને કંપનીની પાર્ટનર વેબસાઇટ પર ઉપયોગમાં લઇ શકાશે. જો ગ્રાહક માય આઇડિયા એપ અથવા આઇડિયાની વેબસાઇટ દ્વારા રિચાર્જ કરશે તો તેમને 200 રૂપિયા સુધીનું કેશબેક પણ મળશે. આ ઓફર 10 ફેબ્રુઆરી 2018 સુધી માન્ય છે અને તે આઇડિયાના તમામ પ્રિપેઇડ ગ્રાહકો માટે  માન્ય છે.

ઉલ્લેખનીય છે કે 398રૂ.ના રિચાર્જમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલ (એસટીડી અને નેશનલ રોમિંગ)ની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત દૈનિક 1 જીબી ડેટા અને 100 એસએમએસ પણ મળે છે. આ પેકની વેલિડિટી 70 દિવસની છે.

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!