GSTV
Home » News » IDBIને ત્રણ મહિનામાં 3800 કરોડની ખોટ, લોનના 29% ગ્રોસ NPA

IDBIને ત્રણ મહિનામાં 3800 કરોડની ખોટ, લોનના 29% ગ્રોસ NPA

દેશમાં ટોચની સરકારી બેંક IDBIને એપ્રિલ-જુન કવાર્ટરમાં 3800 કરોડની ખોટ થઈ છે. એક વર્ષ અગાઉ બેંકને આ જ ત્રિમાસીક ગાળામાં રૂ. 2410 કરોડની ખોટ થઈ હતી એટલે કે એક વર્ષમાં બેંકની કામગીરી એટલી નબળી પડી કે ખોટની ટકાવારી 57.67 જેટલી વધી ગઈ છે. બેંકો માટે આવકનો મુખ્ય સ્ત્રોત ગણાતી વ્યાજની આવકમાં પણ IDBIએ ખરાબ પ્રદર્શન કર્યું હતું.

બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ(NII) ગત વર્ષના પ્રથમ કવાર્ટરના 1639 કરોડ રૂપિયાની સામે FY20 Q1માં 11% ઘટી રૂ.1458 કરોડ થઈ છે. બેંકના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન(NIM) પણ 2.17%થી ઘટી 2.13% થઈ હતી. ખોટ વધવાનું મુખ્ય કારણ બેંકના પ્રોવિઝનમાં થયેલો વધારો છે. એપ્રિલ-જુન, 2018મા IDBI બેંકે 5236 કરોડના પ્રોવિઝન કર્યાં હતા. જે આ વર્ષે 20% વધીને 6332 કરોડ રૂપિયા રહ્યાં છે.

એસેટ ક્વોલિટીના ફ્રન્ટ પર પણ ખેડૂતો માટે અને ખાસ કરીને ગ્રામિણ ભારતની જીવાદોરી ગણાતી IDBI બેંકના નેટ એનપીએ કવાર્ટરલી બેસિસ પર ઘટ્યાં છે પરંતુ ગ્રોસ એનપીએમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. નેટ નોન પરફોર્મિંગ એસેટ 10.11%થી ઘટીને 8.02% થયા છે પરંતુ કુલ લોનબુકના ગ્રોસ એનપીએ 27.5%થી વધીને 29.1% થયા છે.

એટલે કે બેંકે આપેલા અંદાજિત 29% લોન બેડ લોન સાબિત થશે અને પરત મળવાની સંભાવના શંકાસ્પદ છે. 30મી જુનના રોજ બેંકનો બેસલ-3 કેપિટલ એડિકવન્સી રેશિયો 8.14% હતો. જે સંભવિત કોઈપણ ભારતીય બેંકનો સૌથી ઓછો આંકડો હશે. બેંકનો પ્રોવિઝન કવરેજ જુન કવાર્ટરના અંતે 87.79% રહ્યોં છે, તેમ IDBI પરિણામની અખબાર યાદીમાં જણાવ્યું છે.

READ ALSO

Related posts

છત્તીસગઢમાં 5 નક્સલીઓને સુરક્ષાબળોએ કર્યા ઠાર, અથડામણમાં 2 જવાનો ઘાયલ

Mansi Patel

જ્યાં જ્યાં ફસાઈ મોદી સરકાર ત્યાં ત્યાં આ રીતે અરૂણ જેટલીએ સંકટમોચકની ભૂમિકા નિભાવી

Arohi

‘પીએમ મોદી અને અમિત શાહે અશક્યને શક્ય કરી બતાવ્યું’ જાણો અરુણ જેટલીએ અંતિમ બ્લૉગમાં શું લખ્યું હતું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!