IDBI બેંકની ભેટ, એક જ મંચ પરથી મળશે બેંકિગ-વીમાની સર્વિસ

ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)ની માલિકીની IDBI બેંક આગામી દિવસોમાં એક મંચ દ્વારા બેકિંગ અને વીમા સેવાઓ તૈયાર કરાવી શકે છે. જેના માટે બેંક યોજના પર કામ કરી રહી છે.

બેંક તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું, આઈડીબીઆઈ બેંક પોતાના દરેક ગ્રાહકોને એક જ જગ્યાએ બેંકિંગ અને વીમા સેવાઓ આપવા માટે આવશ્યક જોગવાઈ કરી રહી છે. IDBI બેંક અને એલઆઈસીએ શાખાઓ, કાર્યાલયો સિવાય કર્મચારીઓની વહેંચાયેલ મિલકત દ્વારા એકબીજાની વેપારી વિશિષ્ટતાનો લાભ ઉઠાવવાનું શરૂ કર્યુ છે.

બેંકે કહ્યું કે આ કારણે સારા ઓપરેશન અને સારી ફાઈનાન્સિંગનો રસ્તો ખુલશે. જેનાથી સરકાર અને એલઆઈસી સહિત દરેક સંબંધિત પક્ષોના નાણાં મહત્તમ સ્તર પર પહોંચશે. બેંકે કહ્યું કે આ રણનીતિક યોજનાઓ આઈડીબીઆઈ અને એલઆઈસી બંનેની વેપારી વિશિષ્ટતાનો સંપૂર્ણ રીતે લાભ ઉઠાવવામાં સક્ષમ બનાવશે.

એટલું જ નહીં, નિર્દેશક મંડળે બેંક એશ્યોરન્સ હેઠળ એલઆઈસીને કોર્પોરેટ એજન્ટ બનાવવાની મંજૂરી આપી છે. એલઆઈસીના ચેરમેનને બેંકના ગેર-કાર્યકારી ચેરમેન બનાવવામાં આવ્યાં છે. આ સિવાય બેંક વર્તમાન મેનેજિંગ ડિરેક્ટર (એમડી) રાકેશ શર્માને આગામી ત્રણ વર્ષ માટે અને એમડી અને સીઈઓ બનાવવા પર વિચાર કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને જાહેર ક્ષેત્ર દ્વારા સંચાલિત ભારતીય જીવન વીમા નિગમે (એલઆઈસી) નાણાંકીય સંકટથી ગુજરી રહેલી આઈડીબીઆઈ બેંકમાં પોતાના 51 ટકા હિસ્સાનું અધિગ્રહણ પૂર્ણ કર્યુ છે. આઈડીબીઆઈ બેંકે ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ત્રણ મહિનામાં 4185 કરોડ રૂપિયાનું નુકસાન નોંધાયુ હતું. આ દરમ્યાન બેંકની કુલ આવક ઘટીને 6190.94 કરોડ રૂપિયા રહી ગઈ, જ્યારે એક વર્ષ પહેલાંની સમાન તિમાહીમાં બેંકની આવક 7125.20 કરોડ રૂપિયા હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter