GSTV
Home » News » દેવાથી નુક્સાન 3 ગણું વધ્યું, આ બેન્કની કુલ ખોટ વધીને રૂ.૪,૧૮૫ કરોડે પહોંચી

દેવાથી નુક્સાન 3 ગણું વધ્યું, આ બેન્કની કુલ ખોટ વધીને રૂ.૪,૧૮૫ કરોડે પહોંચી

ઋણના બોજને કારણે આઇડીબીઆઇ બેન્કના નુકસાનમાં અંદાજે ત્રણ ગણો વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮માં ડિસેમ્બરમાં પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં, બેન્કની કુલ ખોટ વધીને રૂ.૪,૧૮૫.૪૮ કરોડ જેટલી થઈ હતી. પાછલા નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં, બેન્કને રૂ.૧,૫૨૪.૩૧ કરોડનું નુકસાન થયું હતું.

આઇડીબીઆઈ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સમાન સમયગાળા દરમિયાન તેની કુલ આવક ઘટીને રૂ.૬,૧૯૦.૯૪ કરોડ થઈ હતી, જ્યારે પાછલા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં તેની આવક રૂ.૭,૧૨૫.૨૦ કરોડ જેટલી થઈ હતી. બેન્કની કુલ નોન-પ્રફોર્મિંગ એસેટ(એનપીએ) એક વર્ષ અગાઉ ૨૪.૭૨ ટકા વધીને વર્ષ ૨૦૧૮-૧૯ના ત્રીજા ક્વાર્ટરના અંતે ૨૯.૬૭ ટકા થઈ હતી.  જો કે, નેટ એનપીએ કુલ દેવાના ૧૬.૦૨ ટકાથી ઘટી ૧૪.૦૧ ટકા થઈ હતી. બેન્કની ફસાયેલ લોનની જોગવાઇ વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૩,૬૪૯.૮૨ કરોડથી વધીને વર્ષ ૨૦૧૮-૧૯ના ત્રીજા ક્વાર્ટરમાં રૂ.૫,૦૭૪.૮૦ કરોડ થઈ હતી. જો કે, આ સમયગાળા દરમિયાન, એનપીએ કલેક્શન રૂ.૫૩૭ કરોડથી વધીને રૂ.૩,૪૪૦ કરોડ થયું હતું.

Related posts

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીને લઈ રાજ્ય સરકારે અપનાવ્યો આ રસ્તો

Mayur

સગીર વાહન ચલાવતાં ઝડપાયા તો મા-બાપની આવી બની, જાણી લો આ નવો નિયમ નહી તો મર્યા સમજજો

Bansari

ધોનીની માફક તમે પણ જઈ શકો છો ટેરિટોરિયલ આર્મીમાં, ભરતી માટે જરૂરી છે આટલી વસ્તુ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!