GSTV

ચેતવણી/ IDBI Bank ના ગ્રાહકો 31 માર્ચ સુધીમાં આ કામ પતાવી દેજો નહીંતર તમારું એકાઉન્ટ…

IDBI બેંક (IDBI Bank) એ સૂચનામાં જણાવ્યું છે કે, ગ્રાહક પોતાનું KYC ડોક્યુમેન્ટ હોમ બ્રાંચ અથવા તો પોતાની નજીકની IDBI બ્રાંચમાં જમા કરાવી શકે છે. આ સાથે બેંકે એ પણ સ્પષ્ટ કહી દીધું છે કે, ગ્રાહકોને આ સિવાય KYC કરાવવાની કોઇ જ સુવિધા નથી આપવામાં આવી.

KYC માટે ગ્રાહકોએ પાન કાર્ડ અથવા ફોર્મ નંબર 60 જમા કરાવવાનું રહેશે

IDBI બેંક (IDBI Bank) એ નોટિફિકેશનમાં જણાવ્યું કે, ‘KYC માટે ગ્રાહકોએ પાન કાર્ડ અથવા ફોર્મ નંબર 60 જમા કરાવવાનું રહેશે. આ સિવાય ઓળખ અને એડ્રેસ પ્રુફ માટે ગ્રાહક પાસપોર્ટ, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાયસન્સ, નરેગા જૉબ કાર્ડ અથવા આધાર કાર્ડ જમા કરાવી શકે છે. ઓળખ માટે ગ્રાહકોએ કોઇ એક ડોક્યુમેન્ટ જમા કરાવવાનું રહેશે. આ સાથે જ એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ આપવાનો રહેશે.

કન્ફ્યુઝન ને દૂર કરવા કસ્ટમર કેર નંબર 1800-209-4324 ડાયલ કરી શકો છો

જો આપે KYC ને લઇને કોઇ પણ પ્રકારનું કન્ફ્યુઝન છે તો વધુ જાણકારી માટે બેંકની ઓફિશિયલ વેબસાઇટ www.idbi.in પર વિઝિટ કરી શકો છો. આ સિવાય ગ્રાહક હોમ બ્રાન્ચ અથવા કસ્ટમર કેર નંબર 1800-209-4324, 1800-22-1070 અથવા 022-67719100 પર સંપર્ક પણ કરી શકો છો.

રિઝર્વ બેંક (Reserve Bank) દ્વારા KYC ફરજિયાત કરી દેવાયું

આઇડીબીઆઇ બેંક (IDBI Bank) એ KYC માટે ગ્રાહકોને સૂચના આપી દીધી છે. બેંકે SMS, ઇમેઇલ અને લેટરના આધારે KYC અપડેટ કરાવવાની જાણકારી આપી દીધી છે. રિઝર્વ બેંક (Reserve Bank) તરફથી KYC ને ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને કોઇ પણ બેંકમાં ખાતું ખોલાવતા પહેલાં આ ખૂબ જ જરૂરી છે. KYC ના આધારે જ બેંક પોતાના કસ્ટમરની સંપૂર્ણ જાણકારી જમા કરાવે છે. જેના માટે ગ્રાહકોને પોતાની ઓળખ અને એડ્રેસ પ્રૂફ માટે ડોક્યુમેન્ટ જમા કરાવવાનું હોય છે.

READ ALSO :

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!