GSTV

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Last Updated on June 12, 2021 by Vishvesh Dave

ઔદ્યોગિક વિકાસ બેંક ( આઈડીબીઆઈ બેન્ક )એ એના ગ્રાહકો માટે એક નવું નોટિફિકેશન જારીકર્યું છે. જેમાં 1 લી જુલાઈથી લાગુ થનારા નિયમો વિષે જાણકારી આપવામાં આવી છે. બેંકે જણાવ્યું છે કે ગ્રાહકો દર વર્ષે ફક્ત 20 પૃષ્ઠોની ચેકબુક નિ:શુલ્ક મળશે. તે પછી દરેક ચેક માટે 5 રૂપિયા ચૂકવવા પડશે.

આ નિયમો 1 જુલાઈથી લાગુ થશે

એકાઉન્ટ ખોલવાના પહેલા વર્ષમાં આઇડીબીઆઇ બેંક તેના ગ્રાહકોને 60 પૃષ્ઠની ચેક બુક વિના મૂલ્યે આપે છે. જ્યારે ત્યારબાદના વર્ષો બેંક 50 પાનાની ચેક બુક આપે છે. તે પછી ગ્રાહકે દરેક ચેક માટે 5 રૂપિયા ચૂકવવા પડે છે. પરંતુ શુક્રવારે બેંકે નવી નોટિસ જાર કરી અને ચેક લીફ ચાર્જ, સેવિંગ એકાઉન્ટ ચાર્જ અને લોકર ચાર્જમાં ફેરફાર કર્યા છે.

બચત ખાતાવાળા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ મળશે

જોકે, બેંકે એક નોટિસમાં કહ્યું છે કે, ‘બચત ખાતા હેઠળ આવતા ગ્રાહકો માટે નવા નિયમો લાગુ થશે નહીં અને તેઓને એક વર્ષમાં વિના મૂલ્યે અમર્યાદિત ચેક મળવાનું ચાલુ રહેશે’. આ ઉપરાંત બેંકે અર્ધ-શહેરી અને ગ્રામીણ શાખાઓમાં રોકડ થાપણો (હોમ અને નોન હોમ) માટેની મફત સુવિધા અનુક્રમે 7 અને 10 થી 5-5 ઘટાડી છે. તેવી જ રીતે, સુપરન સેવિંગ્સ ડિપોઝિટ એકાઉન્ટ્સમાં, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં નિ:શુલ્ક વ્યવહારો હાલના 10 અને 12 ની સરખામણીએ ક્રમશ 8 થઈ ગયા છે. બેંકે કેટલીક અન્ય સેવાઓમાં પણ ફેરફાર કર્યા છે.

ALSO READ

Related posts

શું છે Deepfake ? કેમ આ ફેક ન્યુઝ કરતા પણ છે 100 ગણી ખતરનાક? લોકશાહી માટે બની શકે છે મોટો ખતરો

Pritesh Mehta

વાયરલ વિડીયો / વ્યક્તિની પાછળ પડયું શાહમૃગ, જનતાએ કહ્યું – જો આનાથી બચવું હોય તો ભાગો…

Vishvesh Dave

ઈન્ટરનેટ/ મોબાઈલનો ઉપયોગ કરવામાં બ્રાઝિલ નંબર વન, જાણો કયા દેશના લોકો મોબાઈલ પર કરે છે સૌથી વધારે સમય પસાર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!