GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

જન જનના આધાર આધારકાર્ડ બન્યાં નિરાધાર, એક બે નહીં પૂરા 7.82 કરોડ લોકોનો ડેટા ચોરી થયો

આધાર ઓથોરિટી UIDAIએ 7.82 કરોડ કાર્ડ ધારકોના ડેટા ચોરીના આરોપમાં હૈદરાબાદની આઇટી કંપની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે આઇટી ગ્રિડ-ઇન્ડિયા કંપનીએ ગેરકાયદેસર રીતે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મતદારોની જાણકારી પ્રાપ્ત કરી. કંપની આ ડેટાનો ઉપયોગ આંધ્રપ્રદેશની સત્તાધારી પાર્ટી ટીડીપી માટે સેવા મિત્ર મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરવા માટે કરી રહી હતી.

જો કે ચંદ્રાબાબુ નાયડુએ આ દાવાને ફગાવતા કહ્યું કે એપ્લીકેશનથી માત્ર સરકારી યોજનાઓના લાભાર્થીઓની ચકાસણી કરવાની હતી. તેલંગાણા પોલીસ મુજબ અત્યાર સુધીની તપાસમાં કંપનીની પાસે આધાર સાથે સંકળાયેલા સંવેદનશીલ ડેટા ઉપલબ્ધ હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત મતદારોની પ્રોફાઇલ પણ ચોરી કરવામાં આવી છે. જેનો ઉપયોગ ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા માટે કરવાનો હતો. આ મામલે ટીડીપીની ફરિયાદના આધારે આંધ્રપ્રદેશમાં સાત માર્ચે એક કેસ નોંધવામાં આવ્યો હતો. હવે બંને કેસની તપાસ તેલંગાણાની એસઆઇટીને સોંપવામાં આવી છે.

READ ALSO

Related posts

જ્યોતિરાદિત્ય સિંધિયાનું પ્રેશર પોલિટિક્સ, Twitter પ્રોફાઇલ પરથી હટાવ્યું BJP!

Dilip Patel

મોલ, મંદિર અને મસ્જિદો ખોલવા ભયાનક , ગુજરાતમાં રથયાત્રા કોરોના બોમ્બ બની જશે

Dilip Patel

વિશ્વમાં પાકિસ્તાન ખુલ્લુ પડ્યું, UNના રિપોર્ટમાં આતંકનો ગઢ હોવાનું સામે આવ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!