આવકવેરા ખાતાની ટીમે પુણેના એક ડેરી ઉદ્યોગ ગુ્રપ પર રેડ પાડીને 400 કરોડ રૂપિયાની બિનહિસાબી મતા પકડી પાડી હતી. ડેરી ફાર્મીંગ અને દુગ્ધજન્ય ઉત્પાદન કરતા આ ગુ્રપની છ શહેરોમાં આવેલી ઓફિસો તલાશી લેવામાં આવતા જંગી કરચોરી પકડાઈ હતી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસીઝે આપેલી માહિતી મુજબ ગઈ 24મી નવેમ્બરથી આ ડેરી ઉદ્યોગ ગૃહ પર રેડી પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન અઢી કરોડની જ્વેલરી સહિત એકંદર 400 કરોડની માલ- મત્તા મળી આવી હતી. હજી કેટલાક બેન્ક લોકરો ખોલવાના બાકી છે.

સીબીડીટી સત્તાવાળાએ આપેલી માહિતી મુજબ કરચોરી કરવામાં આવી છે તેને લાગતા પુરાવા તેમજ વાંધાજનક દસ્તાવેજો હસ્તગત કરવામાં આવ્યા છે. જેમાં ખરીદીના બોગસ બિલો, બિનહિસાબી રોકડ રકમ, કેશ લોનના વ્યવહાર વગેરે ગેરરીતિ આચરવામાં આવી છે એ દર્શાવતા પુરાવા હાથ લાગ્યા છે.
ઉપરાંત ઢોરના મૃત્યુને લીધે થયેલા નુકસાનના ખોટા દાવા પણ કરવામાં આવ્યા હતા. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ડેરી ગુ્રપે ટેક્સમાંથી બાદ મેળવવા માટેના અલગ હિસાબી ચોપડા પણ નહોતા રાખ્યા.
Read Also
- મ્યાનમાર / નોબેલ પારિતોષિક વિજેતા આંગ સાન સુ ચીને વધુ 6 વર્ષની સજા, ભ્રષ્ટાચારનો છે આરોપ
- જબરદસ્તી ભારે પડી/ વરરાજાને પરાણે લાડુ ખવડાવવા કન્યાને ભારે પડ્યા, વરરાજાને આવ્યો ગુસ્સો આવતાં દુલ્હને સપનામાં પણ વિચાર્યું નહીં હોય તેવા કર્યા ખરાબ હાલઃ વીડિયો થયો વાયરલ
- મિશન 2022 / ત્રણ દિવસના પ્રવાસે આવશે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા
- મીકા સિંહની થનારી દુલ્હન આકાંક્ષા પુરીએ બતાવ્યો પોતાનો બોલ્ડ લુક, બ્લેક મોનોકિનીમાં પાણીમાં જ લગાવી દીધી આગ
- ભારતના વોરેન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાને હતો આ 5 જાદુઈ શેર પર ભરોસો, આ સ્ટોક્સે બનાવ્યા હતા બિગ બુલ, શું તમારી પાસે છે?