GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ધોરણ 10 ICSE અને ધોરણ 12 ISC નું આવતીકાલે 3 વાગે જાહેર થશે પરિણામ, છાત્રો માટે ખુશખબર

CISCE બોર્ડ ICSEની 10મા અને ISCની 12માં ધોરણની પરીક્ષાઓના પરિણામ આવતી કાલે બપોરે 3 કલાકે જાહેર કરવામાં આવશે. કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશને પોતાની વેબસાઈટમાં પર આપેલી નોટિસ મુજબ 10મા અને 12 ધોરણના પરિણામની ખાતરી કરી છે. આ પરિણામ આવતી કાલે એટલે કે, 10 જૂલાઈના રોજ બપોરે 3 કલાકે જાહેર થશે. આઈસીએસઈ બોર્ડના 10માં અને આઈએસીસી 12માં વિદ્યાર્થીઓના પરિણામ કાઉન્સિલની સત્તાવાર વેબસાઈટ પર કરિયર સેક્શનમાં જાહેર કરવામાં આવશે.

ICSE, ISC Results 2020: કેવી રીતે કરશો ચેક

  • રિઝલ્ટ ચેક કરવા માટે સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ results.cisce.org પર જાઓ
  • હવે તમારો કોર્સ સિલેક્ટ કરો
  • યૂનિક આઈડી નંબર અને ઇન્ડેક્સ નંબર સબમિટ કરો
  • રિઝલ્ટ સ્કીન પર જોવા મળશે
  • આ રિઝલ્ટની એક કોપી આપ પ્રિન્ટ આઉટ લઈ લો

સત્તાવાર વેબસાઈટ પર જાણવા મળશે પરિણામ

આ સિવાય છાત્રોને એસએમએસ પર રિઝલ્ટ જોવા મળી જશે. CISCE સ્કૂલ સાથે સંકળાયેલા પ્રિન્સિપાલ પણ લોગીન આઈડી અને પાસવર્ડની મદદથી કરિયર પોર્ટલ પર જઈને પોતાની સ્કૂલના છાત્રોનું રિઝલ્ટ જોઈ શકશે. છાત્રો પોતાનું રિઝલ્ટ કાઉન્સિલની અધિકારીક વેબસાઈટ “cisce.org” અથવા “results.cisce.org” પર લોગઈન કરીને પણ જોઈ શકે છે. જો છાત્રો એસએમએસ પર પોતાનું રિઝલ્ટ મેળવવા માગતા હોય તો પોતાની યૂનિક આઈડી આ નંબર પર ફોર્મેટમાં ‘ICSE/ISC (Unique ID)’.09248083883 મોકલી શકે છે.

રિઝલ્ટ કેવી રીતે તૈયાર કરાયું છે

CISCEનું કહેવું છે કે આંતરિક મૂલ્યાંકન છાત્રોની કુશળતાને માપે છે અને સર્વશ્રેષ્ઠ ત્રણ વિષયોના સરેરાશ માર્ક્સ તેમની સામાન્ય શૈક્ષણિક ક્ષમતાનું આંકલન કરે છે. પરિષદે 2015થી લઇને 2019 સાથે વર્ષ 2020ની બોર્ડની પરીક્ષાના આંકનું વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે. જેને પગલે આ વર્ષે બોર્ડની પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારને નિષ્પક્ષતાથી રિઝલ્ટ મળી રહે. અસેસમેન્ટ સ્કીમને સારી રીતે સમજવા માટે છાત્રો CISCE બોર્ડ દ્વારા જાહેર કરાયેલી અસેસમેન્ટ સ્કીમને જોઈ શકે છે.

READ ALSO

Related posts

રાજસ્થાન ભાજપના 15 ધારાસભ્યોના ગુજરાતમાં ધામા, સોમનાથની આ હોટેલમાં કરાવ્યા 6 રૂમ બુક

Nilesh Jethva

સુશાંતસિંહ મામલે મહારાષ્ટ્ર સરકારે સુપ્રિમમાં રજૂ કર્યો પોતાનો જવાબ, બિહાર સરકાર પર લગાવ્યા આ આરોપ

Karan

પાકિસ્તાનનાં પૂર્વ બોલર શોએબ અખ્તરે આપ્યુ અજીબોગરીબ નિવેદન, આના માટે ઘાસ ખાવા પણ છે તૈયાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!