GSTV

શું વૃદ્ધ લોકોને કોરોનાથી બચાવશે આ રસી ? ICMR એ કરી ટેસ્ટિંગની તૈયારી

ભારતમાં જ્યાં સુધીની કોરોનાની વેક્સિન નથી આવી જતી, ત્યાં સુધી બીજા કારગર રીતને પણ અપનાવવામાં આવી રહ્યા છે. જેનાથી દર્દીઓ આ બીમારી પર જીત મેળવી શકે. તેમાં ટીબીની રસી પણ સામેલ છે. સામાન્ય રીતે શરુઆતથી જ કહેવામા આવી રહ્યુ છે કે, કોરોના વાયરસથી સૌથી વધારે ખતરો વૃદ્ધોને અને પહેલાથી અન્ય કેટલાક બિમારીઓથી પીડિત દર્દી છે.

મુંબઈમાં એક અભ્યાસ કરવાની તૈયારી

એવામાં ભારતીય આર્યુવેદ વિજ્ઞાન સંશોધન કાઉન્સિલ (ICMR) આ વિશે જાણવા માટે મુંબઈમાં એક અભ્યાસ કરવાની તૈયારીમાં છે કે, શું ટીબીની રસીથી વૃદ્ધોને કોરોના વાયરસનું સંક્રમણ થવાથી રોકી શકાય છે. બૃહન્મુંબાઈ મહાનગર પાલિકા (BMC) એ શુક્રવારે એ માહિતી આપી હતી. ખાસ વાત એ છે કે, ICMR આ પ્રકારના અભ્યાસ પહેલા ચેન્નાઇ, અમદાવાદ, ભોપાલ, જોધપુર અને દિલ્હીમાં કરવામાં આવી રહ્યો છે.

આ અધ્યયનમાં ભાગ લેશે

BMC એ કહ્યુ છે કે, સેઠ જી એસ મેડિકલ કોલેજ, નિકાય દ્વારા સંચાલિત કેઈએમ હોસ્પીટલ અને BMCનું જન સ્વાસ્થ્ય વિભાગ સંયુક્ત રૂપથી ICMR માટે આ અધ્યયનમાં ભાગ લેશે. જેમાં બીમારીની તીવ્રતા અને રોગ પ્રતિરોધક ક્ષમતાના વિકાસ પર અનુસંધાન કરવામાં આવશે.

બીમારીઓથી બચાવમાં પણ કારગર

BMC એ જણાવ્યુ છે કે, એવા સાક્ષ્ય મળે છે જેનાથી જાણવા મળ્યુ છે કે, બાળકોને ટીબીની બિમારીથી બચાવવા માટે આપવામાં આવેલ BCG ની રસી, શ્વાસ નળીના અન્ય સંક્રમણ અને વાયરસ જનિત બીમારીઓથી બચાવમાં પણ કારગર છે. BMC પ્રમાણે અધ્યયનમાં 60 થી 75 વર્ષના આવા વૃદ્ધોને સામેલ કરવામા આવશે જે ક્યારેય કોરોના વાયરસથી ગ્રસ્ત નથી થયા અને જેને કેન્સર નથી અને તેમની રોગ પ્રતિરોધક ક્ષમતા કમજોર

થવાનો દર ઓછો રહેશે

મુંબઈમાં Covid-19 નું પ્રબંધન સંભાળ રહેલી BMC એ કહ્યુ કે, BCG રસીના વૃદ્ધોને આશા બંધાઈ છે અને જો આ રસી પ્રભાવી સિદ્ધ થયુ તો તેનાથી વયોવૃદ્ધ લોકોની જનસંખ્યામાં બીમારી હોવા અને તેનાથી મોત થવાનો દર ઓછો રહેશે.

6 મહીના સુધી દેખરેખમાં રાખવામાં આવશે

BMCએ કહ્યું કે, આ ટ્રાયલમં 250 લોકો સામેલ થવાની ધારણા છે અને જો જરૂર પડે તો આ સંખ્યા પણ વધી શકે છે. નિકાય સંસ્થાએ કહ્યુ છે કે, ટ્રાયલમાં ભાગ લેનાર વ્યક્તિઓની સંમતિ લીધા બાદ, BCG રસીનું પરીક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને 6 મહીના સુધી દેખરેખમાં રાખવામાં આવશે.

READ ALSO

Related posts

મોટી સફળતા/ ભારતમાં પશુઓ માટે કોરોનાની પહેલી વેક્સિન તૈયાર, જાણો ક્યારે માર્કેટમાં આવશે

Bansari

કોરોનાની સુનામી/ 14 જ દિવસમાં 1 લાખથી 3 લાખે પહોંચ્યા કેસ, ત્રીજી લહેર પર નિષ્ણાતોએ આપી આ ચેતવણી

Bansari

UP ચૂંટણી / કોંગ્રેસે જારી કરી ઉમેદવારોની બીજી લિસ્ટ, મહિલાઓને આપી પ્રાથમિકતા

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!