GSTV

ICMRની ચેતવણી / ઓગસ્ટના અંત સુધી આવશે ત્રીજી લહેર, દરરોજ નોંધાશે આટલા કોરોના કેસ

Last Updated on July 18, 2021 by Zainul Ansari

દેશમાં કોરોનાની બીજી લહેર અત્યારે પણ ખતમ નથી થઈ, ત્યારે ત્રીજી લહેરની ચેતવણી આપવામાં આવી છે. ઘણા રાજ્યોમાં લોકડાઉનમાં છૂટ અને હિલ સ્ટેશનમાં ઝડપથી વધી રહેલી ભીડ જોઇને અંદાજ લગાવી શકાય છે કે હવે બધુ સામાન્ય થઇ ગયુ છે, પરંતુ આવુ નથી. લોકોની બેદરકારીના કારણે દેશમાં ઝડપથી સ્થિતિ બગડી રહી છે. ઘણા રાજ્યોમાં કોરોનાના વધી રહેલા કેસને જોતા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના પ્રમુખ વૈજ્ઞાનિક પ્રોફેસર સમીરન પાંડાએ સંભાવના વ્યક્ત કરી છે કે ભારતમાં કોવિડ-19ની ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધી આવશે. તેમણે અંદાજ લગાવ્યો કે તે દિવસે દરરોજ લગભગ 1 લાખ જેટલા કેસ સામે આવશે.

ત્રીજી લહેરની ચેતવણી આપતા ICMRના ડિવીઝન ઓફ એપેડિમિયોલોજી એન્ડ કોમ્યુનિકેશન ડિઝીઝના પ્રમુખ ડોક્ટર સમીરન પાંડાએ જણાવ્યું કે જો વાઇરસ આગળ સ્વરૂપ નહીં બદલે તો, તે પ્રથમ લહેર સમાન જ હશે, પરંતુ જો વાઇરસ સ્વરૂપ બદલે છે, તો સ્થિતિ ખૂબ જ ખતરનાક થઇ શકે છે. કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે તેમણે જણાવ્યું કે આગામી લહેર બીજી લહેરની જેમ વિનાશકારી નહીં હોય. પ્રોફેસર પાંડાનું માનવું છે કે રસીકરણમાં સુસ્તી અને લોકડાઉનમાં છૂટના કારણે કેસમાં ઝડપથી વૃદ્ધિ થઇ શકે છે.

કોરોનાની ત્રીજી લહેરના જોખમની સંભાવના જોવા માટે ઇમ્પિરિયલ કોલેજ લંડન અને ICMRએ ગાણિતિક મોડલનો સહારો લીધો છે. પ્રોફેસર પાંડાએ જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિ જોતા આપણે કહી શકીએ કે ત્રીજી લહેર આવી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે જો ત્રીજી લહેરને રોકવી હોય તો લોકોએ હવેથી લગ્ન સમારોહ અને પાર્ટીમાં જવાનું ટાળવું પડશે અને માસ્કનો ઉપયોગ કરવું પડશે.

વેક્સિન દ્વારા કોરોના સંક્રમણ દરને ઘટાડી શકાય છે

પ્રોફેસર પાંડાએ સ્વીકાર્યું કે ભારતને વ્યૂહાત્મક રસીકરણ અભિયાનની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સમય દરમિયાન મુસાફરી શક્ય તેટલું ઓછું થવું જોઈએ. પાંડા મુજબ રસી મેળવીને સંક્રમણનો દર ઘટાડી શકાય છે અને ત્રીજી લહેરનું જોખમ પણ ઘટાડી શકાય છે.

Read Also

Related posts

દેશને ભારતીય સ્ટેટ બેન્ક જેવી વધુ 4-5 બેંકોની જરૂર છે: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમન

Pritesh Mehta

અત્યાધુનિક ટેકનોલોજી: ગુજરાતની 13 લાખ હેક્ટર ખારી જમીનમાં વિવિધ પાક લઇ શકાય તેવી ફોર્મ્યુલાની શોધ

pratik shah

Bhawanipur By Election: પ્રચારનો છેલ્લો દિવસ, હાઈપ્રોફાઈલ સીટ પર બવાલ: મારી હત્યાનું હતું ષડયંત્ર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!