GSTV

કોરોના : હોટ સ્પોટવાળા વિસ્તાર માટે ICMR એ નવી ગાઈડલાઈન જાહેર કરી, એકવાર જરૂર વાંચો

Corona

Last Updated on April 18, 2020 by

દેશમાં કોરોના સંક્રમણ (હોટ સ્પોટ) ના સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર માટે ICMR એ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નવી ગાઈડલાઈનમાં આ વાતનું માહિતી આપવામાં આવી છે કે હોટ સ્પોટમાં ક્યા ક્યા લોકોના ટેસ્ટ થશે અને કેવા પ્રકારના ટેસ્ટ કરાવવામાં આવશે.

હોટ સ્પોટમાં કોનો ટેસ્ટ

હોટ સ્પોટમાં એવા બધા લોકોનો કોરોના ટેસ્ટ થસે જેને શરદી, ખાંસી અથવા તાવ હોય. આવા લોકોનો પહેલા RT PCR ટેસ્ટ કરવામાં આવશે અને સાત દિવસ પછી રેપિડ એન્ટિબોડી પરીક્ષણ. જો દર્દીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે તો તેને 7 દિવસ માટે ક્વોરન્ટિન કરવામાં આવશે. આ દરમિયાન જો તેમા કોવિડ 19 ના લક્ષણો ફરીથી જોવા મળશે તો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

બીજા ક્યા લોકોના ટેસ્ટ થશે

જેમા કોરોનાના લક્ષણ હોય અને તે છેલ્લા 14 દિવસમાં વિદેશથી આવ્યો હોય
જેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય અને તેના સંપર્કમાં આવેલ કોઈપણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જોવા મળે તેનો ટેસ્ટ કરવામાં આવશે.
એવા હેલ્થકેર કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે જેમાં કોરોનાના લક્ષણો જોવા મળતા હશે.

દેશભરમાં તપાસ કરવામાં આવશે

આ બધી તૈયારીનો હેતુ એ છે કે દેશમાં ક્યાંય પણ કોઈ ચેપગ્રસ્ત દર્દી છૂટી ન જાય. તમને જણાવી દઇએ કે આઇસીએમઆર આ પહેલા એક વખત ગાઇડલાઈન જારી કરી ચુકી છે. હવે તેમાં ફેરફાર કર્યા બાદ તેને ફરીથી રજૂ કરવામાં આવી છે. આ આધારે હવે દેશભરમાં તપાસ કરવામાં આવશે.

READ ALSO

Related posts

આતંકીસ્તાનને ભણાવવો પડશે પાઠ: યુએસ એજન્સીના રિપોર્ટમાં ચોંકાવનારો અહેવાલ, કુખ્યાત આંતકીસંગઠોના નિશાના પર ભારત!

pratik shah

મોટા સમાચાર: પંજાબ કોંગ્રેસમાં કકળાટ વધ્યો, પ્રદેશ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામું

Pravin Makwana

દિલ્હી હાઈકોર્ટનું તારણ: દિલ્હીમાં જે હિંસા થઈ તે અચાનક નહોતી પણ પૂર્વયોજીત હતી, આરોપીના જામીન માટે થઈ સુનાવણી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!