GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

24 કલાકમાં રેકોર્ડ 8909 નવા પોઝીટીવ સાથે 125 દિવસમાં 2 લાખને પાર, IMCR કહ્યું ચરમ સીમાથી ભારત ઘણો દૂર

કોરોના

દેશમાં કોરોના મહામારી અટકવાનું નામ લેતી નથી એ હકિકત છે. દેશમાં કોરોનાએ પોતાની હાજરી પૂરાવ્યાના 125 દિવસ પૂરા થઈ ગયા છે. ત્યારે અત્યાર સુધીના સૌથી વધારે કેસ 125 દિવસે જોવા મળ્યા છે. દેશમાં 2 જૂને કોરોનાના દેશમાં 125મા દિવસે સૌથી વધારે 8909 નવા પોઝીટીવ કેસ આવ્યા હતા. દેશમાં 4 વખત લોકડાઉન લગાવ્યા પછી 5મા લોકડાઉનને બદલે અનલોક 1 કરાયું છે. દેશમાં છૂટછાટો વધ્યાના બીજા દિવસે આંક સૌથી વધારે આવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધારે 8909 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જે પછીથી બુધવારે કોરોના સંક્રમણનો આંક 207615 પર હોંચી ગયો છે. તો 217 લોકોના મોત થયાછે. જે પછીથી દેશમાં કોરોનાને લઈને મોતનો આંક વધીને 5815 થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંક મુજબ દેશમાં હાલમાં 101497 લોકોની સારવાર ચાલી રહી છે. તો અત્યાર સુધી 100302 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધી 48.31 ટકા લોકો સાજા થઈ ચૂક્યા છે.

સૌથી વધુ પ્રભાવિત દેશોમાં 7મા સ્થાને

આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે અમેરિકા, બ્રાઝીલ, રશિયા, બ્રિટેન, સ્પેન અને ઈટાલી બાદ ભારત પણ હવે કોરોના સંક્રમણમાં મામલે સૌથી વધુ પ્રભાવિત દેશોમાં 7મા સ્થાને પહોંચી ગયું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 217 લોકોના મોત થયા તેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 103 લોકોના મોત થયા છે. આ પછી રાજધાની દિલ્લીમાં પણ 33, ગુજરાતમાં 29, તામિલનાડુમાં 13 અને પશ્ચિમ બંગાળમાં 10 લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશમાં 6, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 5 લોકોના મોત થયા છે. તેલંગાણામાં 4 લોકો અનેહરિયાણા, જમ્મુ કાશ્મિરમાં 2 લોકોના મોત થયા છે. કેરળ, ચંદિગઢ, લદાખ, પંજાબ અને ઉત્તરાખંડમાં 1 1 લોકોનું મોત થયું છે.

દેશમાં અત્યાર સુધી 5815 લોકોના મોત થયા

કોરોના વાયરસને લઈને દેશમાં અત્યાર સુધી 5815 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 2465 લોકોના મોત થયા છે. તે પછી બીજા નંબરે ગુજરાતમાં પણ કોોરનાને કાણે મોતનો આંક 1 હજારને પાર થઈ ગયો છે. ગુજરાતમાં 1092 લોકોના મોત થયા છે. દિલ્લીમાં 556, મધ્યપ્રદેશમાં 364, પશ્ચિમ બંગાળમાં 335, ઉત્તર પ્રદેશમાં 222 અને રાજસ્થાનમાં 203 લોકોના મોત થયા છે. તામિલનાડુમાં પણ મોતનો આંક 197 થયો છે. તેલંગાણામાં 92 લોકોના મોત થયા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે મૃતકોમાં 70 ટકાથી વધારે લોકો પહેલાથી જ અન્ય કોઈ બીમારીનો શિકાર બનેલા હતા.
ICMR ના વૈજ્ઞાનિક ડો. નિવેદિતા ગુપ્તાએ કહ્યું હતુ ંકે ભારતમાં હજુ કોરોનામામલે ચરમ સ્થિતિથી ઘણો દૂર છે. આપણા પગલાંઓ ખૂબજ કારગર સાબિત થયા છે. બાકી દેશોની તુલનામાં આપણે ખૂબજ સારી સ્થિતિમાં છીએ. જેને તમે અન્ય દેશોના ડેટા સાથે સરખાવશો તો ખ્યાલ આવશે.

Read Also

Related posts

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

કોરોનાના કોઈ લક્ષણો ન દેખાવા છતાં એક મહિલાએ 71 લોકોને બનાવ્યા કોરોના પોઝીટીવ, રાખજો સાવધાની

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!