GSTV
Gujarat Government Advertisement

ચેતવણી / 21 પોઈન્ટની કોરોના વાયરસની સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ગાઈડલાઈન છે ફેક, ICMR એ કર્યો મોટો ખુલાસો

Last Updated on May 7, 2021 by pratik shah

દેશમાં ઘાતક કોરોના વાયરસનો કહેર યથાવત છે. આંકડાઓમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે આ વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરુવારે જણાવ્યું કે COVID -19 સંબધિત ગાઈડ લાઈડલાઈનનું એક લિસ્ટ ICMRના નામે સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. જે બિલકુલ ફેક છે. જેમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેની તમામ પ્રકારની જાણકારી આપી છે, પરંતુ આ ફેક એટલે સંદતર રીતે ખોટી માહિતી છે અને (ICMRએ આવા પ્રકારનું કોઈ લિસ્ટ જાહેર કર્યું નથી. આ મામલે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ટ્વિટ કરીને લખ્યું છે કે જે માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે તે સંદ્તર રીતે ખોટી અને નકલી છે.

ICMRના નામે સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. જે બિલકુલ ફેક

જે વ્યક્તિને ખાંસી હોય તેનાથી સંદતર દૂર રહો

નકલી યાદીમાં સલાહ આપવામાં આવે છે કે, બે વર્ષ માટે વિદેશ યાત્રા સ્થગિત કરી દો, એક વર્ષ સુધી બહારનુ ખાવાનું બંધ કરો, જે વ્યક્તિને ખાંસી હોય, તેનાથી દૂર રહો. ઓછામાં ઓછુ એક વર્ષ સુધી ભીડવાળી જગ્યા પર ન જાવ. તથા ડોનના જોડા ઘરે લાવો. ત્યાં સુધી કે, બહાર જતી વખતે બેલ્ટ, વીંટી, કાંડા ઘડિયાળ નહીં પહેરવાની સલાહ આપવામાં આવી છે.

કોરોના

6 થી 12 મહિના સુધી સૂચિત સાવચેતીઓનું પાલન કરો

બોગસ ગાઈડલાઈનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોવિડ -19 આપત્તિ “ટૂંક સમયમાં સમાપ્ત થવાની નથી” અને લોકોને લોકડાઉનને ધ્યાનમાં લીધા વગર આગામી 6 થી 12 મહિના સુધી સૂચિત સાવચેતીઓનું પાલન કરવાનું છે. ભારતમાં કોવિડ -૧9 ની બીજી લહેર ચાલી રહી છે અને ચેપની સંખ્યા અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે આરોગ્યસંભાળ સિસ્ટમ વિખેરાઈ ગઈ છે. રાષ્ટ્રીય રાજધાનીની ઘણી હોસ્પિટલોમાં હોસ્પિટલોના બેડ, તબીબી ઓક્સિજન જેવી ચીજો સમાપ્ત થઈ ગઈ છે.

કોરોના વાયરસના કારણે દેશમાં દરરોજ નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. ગુરૂવારે ભારતમાં કોરોનાના રેકોર્ડ સમાન નવા કેસ નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,14,433 નવા કેસ સામે આવ્યા હતા અને 3,920 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એક જ દિવસમાં કોરોનાના નવા કેસનો આંકડો 4.14 લાખને પાર કરી ગયો હોય તેવું પહેલી વખત બન્યું છે. જ્યારે ત્રીજી વખત દેશમાં કોરોનાના નવા કેસએ 4 લાખનો આંકડો પાર કર્યો છે.

કોરોના

અગાઉ બુધવારે દેશમાં કોરોનાના 4,12,618 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 30 એપ્રિલના રોજ 4,02,351 નવા કેસ નોંધાયા હતા. સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે આ મહામારીની સંભવિત ત્રીજી લહેરને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની તૈયારીઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે જો ત્રીજી લહેરમાં બાળકો કોરોનાથી સંક્રમિત થશે તો સરકાર પાસે તેમની સારવાર માટે શું પ્લાન છે તેવો સવાલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પુછ્યું હતું કે, જો બાળકો સંક્રમિત થશે તો શું માતા-પિતા હોસ્પિટલમાં રહેશે. સાથે જ સુપ્રીમ કોર્ટે શું નવા ગ્રેજ્યુએટ ડોક્ટર અને નર્સને ત્રીજી લહેર દરમિયાન સેવામાં લઈ શકાય તેવો સવાલ પણ કર્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અલવિદા: ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહ પંચમહાભૂતમાં વિલિન થયા, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

Pravin Makwana

પરિણામ / ઈરાનના નવા રાષ્ટ્રપતિ હશે ઇબ્રાહિમ રઈસી, ઇતિહાસનું સૌથી ઓછું મતદાન

Zainul Ansari

નાર્કો ટેરર મોડ્યૂલ / જમ્મુ-કાશ્મીર પોલીસને મળી મોટી સફળતા, આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો, કારતૂસ મળી આવ્યા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!