GSTV

કોવેક્સિનના વેચાણ પર ICMRને મળશે 5% રોયલ્ટી, જાણો હવે કેમ ઉઠી રહ્યા છે સવાલ?

Last Updated on August 2, 2021 by Pritesh Mehta

કોરોના વાયરસની વેક્સીન કોવેક્સિનના કુલ વેચાણ પર ભારત બાયોટેકે 5% રોયલ્ટીની ચુકવણી ICMRને કરવાની થશે. એક અહેવાલ મુજબ કોવેક્સિનનો ઉપયોગ બૌદ્ધિક સંપદા હેઠળ માર્યાદિત છે. આ વેક્સિનને ભારત બાયોટેક અને ICMRના સંયુક્ત સહયોગથી તૈયાર કરવામાં આવી છે. આ જ કારણથી ICMRને રોયલ્ટી ચુકવવામાં આવનાર છે.

કોવેક્સિન

ICMRના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું છે કે પબ્લિક પ્રાયવેટ પાર્ટનશીપને ICMR અને ભારત બાયોટેક વચ્છસ એક ઔપચારિક કરાર હેઠળ કરવામાં આવી છે. જેમાં કુલ વેચાણ પર ICMR માટે રોયલ્ટીની જોગવાઈ રાખવામાં આવી છે. સાથે જ દેશમાં પ્રાથમિકતાના આધારે સપ્લાયને લઈને અન્ય જોગવાઈઓ પણ કરવામાં આવી છે. એ વાત પર પણ સહમતી સધાઈ છે કે ICMR અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીનું નામ વેક્સિનના બોક્સ પર પ્રિન્ટ કરવામાં આવ્યું છે. જે રીતે આજકાલ થઇ રહ્યું છે.

Indian Council of Medical Research

નિષ્ણાતોનું માનવું છે કે ICMR અને ભારત બાયોટેક વચ્ચે ચુકવણીને લઈને પણ થયેલ કરારને લઈને અનેક સવાલ ઉભા થયા છે. તેમાં એક એ છે એ ચુકવણી દર 6 મહિનાના આધારે કરવામાં આવશે અને ચુકવણીની ગણતરી પણ 6 મહિનાના આધાર પર જ કરવામાં આવશે. આ ચુકવણી વેક્સિનની કિંમતમાં ઉમેરવામાં આવશે અને તેનાથી વેક્સિનની કિંમત પર અસર થશે. જુનિયર હેલ્થ મિનિસ્ટર ભરતી પ્રવીણ પવારે સંસદમાં જણાવ્યું કે રોયલ્ટીની જોગવાઈ ICMR ને ભારત બાયોટેક વચ્ચે થયેલ એમઓયુ દ્વારા કરવામાં આવ્યું છે જે કોવેક્સિન નિર્માણ માટે કરવામાં આવ્યો હતો.

જાણકારી મુજબ, 16 જાન્યુઆરીના રોજ રસીકરણનો પ્રારંભ થયા બાદ અત્યાર સુધી દેશમાં 45 કરોડથી વધુ રસીકરણ થઇ ગયું છે. પરંતુ કોવેક્સિનની માત્ર 5 કરોડતી થોડી વધુ વેક્સીન ઉપયોગ કરવામાં આવી હતી.કેન્દ્ર સરકારે કોવેક્સિનના પ્રી-ક્લિનિકલ ટ્રાયલમાં પણ પૈસા રોક્યા હતા અને બાદમાં ક્લિનિકલ ટ્રાયલમાં 35 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારે મેં મહિનામાં આ અંગે સોગંદનામું દાખલ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!