GSTV
Home » News » કૂલભૂષણ જાધવ : આવતીકાલે ICJ સંભળાવશે ચૂકાદો, પાકિસ્તાને ફટકારી છે મોતની સજા

કૂલભૂષણ જાધવ : આવતીકાલે ICJ સંભળાવશે ચૂકાદો, પાકિસ્તાને ફટકારી છે મોતની સજા

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ભારતીય નાગરીક કુલભૂષણ જાધવ અંગેના કેસમાં બુધવારે પોતાના ચુકાદાનું એલાન કરશે. દબાણવશ કબૂલાતનામાના આધારે પાકિસ્તાનની એક સૈન્ય કોર્ટ દ્વારા જાધવને મોતની સજા આપવાના નિર્ણયને ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતમાં પડકાર્યો છે.

પાકિસ્તાની સૈન્ય કોર્ટે એપ્રિલ, 2017માં બંધ રૂમમાં સુનાવણી બાદ જાસૂસી અને આતંકવાદના ખોટા આરોપમાં ભારતીય નેવીના સેવાનિવૃત અધિકારી કુલભૂષણ જાધવને મોતની સજા સંભળાવી હતી. આઇસીજેના એક નિવેદન મુજબ ધ હેગના પીસ પેલેસમાં બુધવારે ભારતીય સમય અનુસાર સાંજે સાડા છ વાગ્યે સાર્વજનીક સુનાવણી થશે.

જેમાં પ્રમુખ ન્યાયધીશ અબ્દુલકાવી અહેમદ યુસુફ ચુકાદો વાંચી સંભળાવશે. ભારતે કોર્ટમાં ભારપૂર્વક જણાવ્યું હતુ કે કુલભૂષણ જાધવને ડિપ્લોમેટ્સ સહાય આપવાનો વારંવાર ઇન્કાર કરીને પાકિસ્તાન દ્વારા વિયેના સંધિની જોગવાઇઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાયું છે. આઇસીજેની 10 સભ્યોની ખંડપીઠે 18 મે, 2017ના રોજ જાધવની મોતની સજા પર રોક લગાવી દીધી હતી.

READ ALSO

Related posts

હવે દબંગ ભાડુઆતોની ખૈર નથી! મોદી સરકાર લાવી રહી છે આ નવી પોલીસી

Bansari

આ રાજ્યની સરકારે નસબંધી કરવાનો ટાર્ગેટ આપ્યો, ટાર્ગેટ પૂર્ણ નહીં થાય તો પગાર કટ અથવા ફરજીયાત નિવૃતિ

Mayur

હોસ્પિટલમાં ડોક્ટરની જગ્યા લીધી માનસીક બિમાર શખ્સે અને લોકોની કરી સારવાર, તંત્ર ઉંઘતુ ઝડપાયું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!