GSTV
Home » News » 16માંથી 15 જજોનો ભારત તરફી ફેંસલો, પાકિસ્તાન આડુ ફાટવા છતાં મોટી કૂટનીતિક જીત

16માંથી 15 જજોનો ભારત તરફી ફેંસલો, પાકિસ્તાન આડુ ફાટવા છતાં મોટી કૂટનીતિક જીત

આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન સામે ફરી એક વખત ભારતની બહુ મોટી કુટનીતિક જીત થઇ છે. નેધરલેન્ડના હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે પાકિસ્તાનની જેલમાં કેદ કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવી છે. કુલભૂષણ જાધવ મામલે 15-1 મુજબ ભારતના પક્ષમાં નિર્ણય આવ્યો છે.

મતલબ કે કુલ 16 જજ પૈકી 15 જજે ભારતની તરફેણમાં નિર્ણય આપ્યો છે. સાથે જ અદાલતે જાધવને કોન્સ્યુલર એક્સેસ માટે પણ મંજૂરી આપી છે. કોર્ટે પાકિસ્તાનને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે પણ જણાવ્યું છે. સાઉથ એશિયા તરફથી આઇસીજેમાં લીગલ એડવાઇઝર તરીકે કામ કરતા રીમા ઓમરે ચૂકાદા વિશે માહિતી આપી હતી.

 • પાકિસ્તાનને મોતની સજા પર રિવ્યૂ કરી કાઉન્સીલર એક્સેસ આપવાનો નિર્દેશ કર્યો
 • સાઉથ એશિયા તરફથી આઇસીજેમાં લીગલ એડવાઇઝર તરીકે કામ કરતા રીમા ઓમરે ટ્વીટ કરીને ચૂકાદા વિશે માહિતી આપી
 • 14 વિરુદ્ધ 1ના મતે ચૂકાદો, પાકિસ્તાની જજે વાંધો ઉઠાવ્યો
 • ૧૯૭૦માં મહારાષ્ટ્રના સાંગલીમાં જન્મ
 • ભારતીય નૌકા સેનાનો પૂર્વ અધિકારી
 • માર્ચ ૨૦૧૬માં પાકિસ્તાને ઈરાનમાંથી પકડ્યો
 • કુલભૂષણ પર જાસૂસીનો જુઠ્ઠો આરોપ લગાવાયો
 • પાકિસ્તાન દ્વારા જ કુલભૂષણનો બોગસ પાસપોર્ટ બનાવાયો
 • જુઠ્ઠા આરોપો લગાવી પાકિસ્તાને કુલભૂષણને ફાંસીની સજા ફરમાવી
 • બલુચિસ્તાનથી પકડ્યાનું જુઠ્ઠાણું ચલાવ્યુ
 • સાજિસન હુસૈન મુબારક નામનો બોગસ પાસપોર્ટ પાકિસ્તાને બનાવ્યો

કુલ 16 જજમાંથી 15 જજોએ ભારતના પક્ષમાં આપ્યો ચુકાદો

ભારતે મે-2017માં આઇસીજે સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. પાકિસ્તાન પર જાધવને કાઉન્સિલરની ફાળવણી ન કરવાનો આરોપ ભારતે લગાવ્યો હતો. ભારતે જાધવ વિરુદ્ધ પાકિસ્તાની સેનાની ટ્રાયલને પણ પડકારી હતી. જે બાદ આઇસીજેએ 18 મે 2017ના રોજ પાકિસ્તાનને જાધવ મુદ્દે કોઇ નિર્ણય આવે ત્યાં સુધી કોઇ પણ કાર્યવાહી કરવાની રોક લગાવી હતી. આ પહેલા ફેબ્રુઆરીમાં આંતરરાષ્ટ્રીય કોર્ટે આ મામલામાં ચાર દિવસ સુનાવણી કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાને પોતપોતાની દલીલો રજૂ કરી હતી.

કુલભૂષણ જાધવ કેસના જજ

 • જજ દેશ
 • અબ્દુલકવી અહમદ યુસુફ સોમાલિયા
 • (અધ્યક્ષ, આઇસીજે)
 • શૂ હાંકિન ચીન
 • (ઉપાધ્યક્ષ, આઇસીજે)
 • પીટર ટામકા સ્લોવેકિયા
 • દલવીર ભંડારી ભારત
 • મોહમ્મદ બેનૌના મોરોક્કો
 • તસ્સદુક હુસૈન જિલાની પાકિસ્તાન
 • એન્ટોનિયો ઓગસ્ટો ટ્રિનડાડે બ્રાઝિલ
 • રોની અબ્રાહમ ફ્રાન્સ
 • જાઆન ડોનોહ્યુ અમેરિકા
 • જાર્જિયો ગજા ઇટાલી
 • પેટ્રિક લિપ્ટન રોબિન્સન જમૈકા
 • જેમ્લ રિચર્ડ ક્રોફોર્ડ ઓસ્ટ્રેલિયા
 • જૂલિયા સેબુટિંડે યુગાન્ડા
 • કિરિલ ગેવોર્જિયન રશિયા
 • નવાજ સલામ લેબેનોન
 • યૂજી ઇવસાવા જાપાન

Related posts

અમેરિકાના ઓરેગોન રાજ્યના એક સરોવરમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું ડૂબવાથી થયું મોત

Path Shah

રાજધાની દિલ્હીમાં તમામ રાજ્યોના ભવન, જ્યારે રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલું છે ગરવી ગુજરાત ભવન

Path Shah

ધોરણ 10 અને 12ના પેપરોની રિચેકિંગની પ્રક્રિયા થઈ પૂર્ણ ,પરંતુ શિક્ષકોની લાપરવાહી આવી સામે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!